26th January selfie contest

તમે કોઈ અમૃત વેચતા નથી, ગુટખા-પાન મસાલા સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટ નારાજ

PC: legaleraonline.com

તમે કંઈ અમૃત થોડું વેચી રહ્યા છો? ગુટખા, પાન મસાલા અને તમાકુ સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ગુટખા, પાન મસાલા અને ચ્યુઇંગ તમાકુ જેવા ઉત્પાદનો પર તમિલનાડુ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.

આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ KM જોસેફ અને જસ્ટિસ BV નાગરત્નની બેંચ સુનાવણી કરી રહી હતી. દરમિયાન, ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણયની તરફેણમાં હાજર પ્રતિનિધિ પર તીખી ટિપ્પણી કરી હતી. ખંડપીઠે કહ્યું કે પ્રતિવાદીઓ એવો સામાન વેચી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ CS વૈદ્યનાથન, પ્રતિવાદી તરફથી હાજર રહીને કહ્યું કે, તમાકુ ઉત્પાદનો પર કાયમી પ્રતિબંધ હાલના કાયદાકીય માળખાની બહાર છે. તેમણે પૂછ્યું કે, શું કાયમી પ્રતિબંધ લાદી શકાય? જ્યારે સ્વાસ્થ્ય કટોકટી હોય ત્યારે આવી પરિસ્થિતિમાં આ વાજબી છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, અન્ય પ્રતિવાદી માટે હાજર રહીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની છેલ્લી સૂચના એક વર્ષ પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. આ અંગે એડવોકેટ વૈદ્યનાથને કહ્યું હતું કે, વર્ષ-દર-વર્ષે આવી સૂચનાઓ બહાર પાડવી એ 2006ના કાયદાની વિરુદ્ધ છે.

તમિલનાડુ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, જો આ (તમાકુ ઉત્પાદનો) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો પછી વર્ષ-દર-વર્ષ દલીલ કરવાનો આધાર શું હોઈ શકે? શું કેન્સર તેની રાહ જોશે? આ કેવા પ્રકારનો તર્ક છે. આ તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબત છે.

તેના પર સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે, તમાકુ ઉત્પાદનો પર કાયમી પ્રતિબંધ કેમ ન લગાવવામાં આવ્યો? સિબ્બલે જવાબ આપ્યો કે, તે કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે. જસ્ટિસ BV નાગરત્ને આના પર પૂછ્યું, તમે સીધો પ્રતિબંધ કેમ નથી લગાવી શકતા? શું તમે આ પરોક્ષ રીતે ન કરી શકો? સિબ્બલે જવાબ આપ્યો કે, હાઈકોર્ટે કહ્યું છે કે, તે ફૂડ પ્રોડક્ટ છે, આ સ્થિતિમાં સરકારની ફૂડ સેફ્ટી ઓથોરિટી તેનું નિયમન કરી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં મદ્રાસ હાઈકોર્ટે રાજ્યના ખાદ્ય કમિશનરના તે નોટિફિકેશનને રદ્દ કરી દીધું હતું, જેના દ્વારા ગુટખા, પાન મસાલા, સુગંધીદાર તમાકુ ઉત્પાદનો અને નિકોટિન ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અને સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003 (COTPA)માં કોઈપણ તમાકુ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ નથી.

COTPA એટલે ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, 2003. આ કાયદો વર્ષ 2003માં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા, તમાકુ સંબંધિત સામગ્રીનું ખુલ્લેઆમ વેચાણ કરવા પર કાર્યવાહીની જોગવાઈઓ કરવામાં આવી છે. આ કાયદામાં નિયમોની અવગણના કરવા બદલ 200 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીના દંડ અને 5 વર્ષની જેલની જોગવાઈ પણ છે.

COTPA એક્ટમાં જ તમાકુ ઉત્પાદનો પર ચિત્રાત્મક આરોગ્ય ચેતવણીઓ ફરજિયાત બનાવવામાં આવી હતી. ઉત્પાદકો દ્વારા તેના ઉલ્લંઘન માટે દંડ અને કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp