તમે મારો સાથ આપો, આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું:બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કહી છે. તેમણે સોમવારે કહ્યું કે, આજે સુભાષ ચંદ્ર બોઝની જયંતિ છે. બોઝે એક નારો આપ્યો હતો, પરંતુ અમે આજે એક નવો નારો બનાવ્યો છે. ‘તમે મારો સાથ આપો, આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.’ તેની સાથે જ તેમણે કહ્યું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે, હવે બંગડી પહેરીને ન બેસો. હવે બહાર નીકળીને બતાવવું જ પડશે. જો લોકો અત્યારે પણ બહાર ના નીકળ્યા, તો અમે તેમને ડરપોક માનીશું.

સાથે જ કહ્યું કે, જો તમે સનાતની છો તો મારો સાથ આપો. ઘરમાંથી બહાર નીકળો. મારે માત્ર સનાતન ધર્મને આગળ વધારવાનો છે. હું કોઇ પોલિટિકલ પાર્ટીમાં નથી. ધર્મ વિરોધીઓને જવાબ આપવાનો છે. તેઓ આપણને ટાર્ગેટ કરી રહ્યા છે, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર છે. કેટલાક લોકોની અંદર સનાતની લોહી નથી. એવા લોકો હિન્દુ થઇને હિન્દુ પર સવાલ ઉઠાવે છે. તમે લોકો આ નારો ઘણા લોકોને શેર કરો. આ દરમિયાન તેમણે કહ્યું કે, એ પણ ચમત્કાર છે કે, ભારતનો હિન્દુ એક થઇ ચૂક્યો છે. મારી પ્રાર્થના બેકાર ન જવા દેતા.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા કે, હું કોઇ રાજનીતિક પાર્ટીમાં નહીં જાઉ. કોઇ પોલિટિક્સ નહીં કરું. અમે તો માત્ર સનતાનીઓને એક કરવાની વાત કરીશું. ભારતનું દરેક સંતાન અમારી સાથે છે, એ અમારું સૌભાગ્ય છે. અમે બધા સાધુઓને પ્રાર્થના કરીશું કે હવે ચૂપ થઇને ન બેસો. બાગેશ્વર ધામ તો બહાનું હતું, પરંતુ કેટલાક લોકોએ સનાતન ધર્મને નિશાનો બનાવવાનો હતો.

બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી દેશ-વિદેશમાં લાઇમલાઇટમાં છે. તે કથિત ચમત્કારની ચર્ચા ઘરે ઘર થઇ રહી છે. આ દરમિયાન બાબાના ચમત્કારને દેશની જાણીતી માઇન્ડ રીડર સુહાની શાહે નકારી દીધો છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે શૉ કર્યો અને બાબાના કથિત ચમત્કારને માઇન્ડ રીડિંગ કરાર આપ્યો. કઇ રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના મનની વાત સમજી લે છે. બાબાના દરબારમાં હજારો લોકો ન માત્ર કરિયર અને ભવિષ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ લઇને આવે છે, પરંતુ પોતાની બીમારીઓની સારવાર કરાવવા પણ આવે છે.

પરંતુ શું હકીકતમાં બાબા અસાધ્ય બીમારીઓને સારી કરી શકે છે? શું બાબા બાગેશ્વર કોઇ ટચ થેરેપી જાણે છે. શું હકીકતમાં બાબા સારવાર કરી શકે છે? શું આ વિજ્ઞાનને પડકાર નથી? આ બધા સવાલોને લઇને લાઇવ ટેસ્ટ કરવામાં આવ્યું. માઇન્ડ રીડર સુહાની શાહે શૉમાં દર્શકો સાથે લાઇવ ટેસ્ટ કર્યા. તેણે એક દર્શકને રજાઓ માટે કોઇ જગ્યાનું નામ વિચારવા માટે કહ્યું. તેનો જવાબ આપવા માટે સુહાની શાહે દર્શકનું નામ પૂછ્યું અને તે ક્યાં રહે છે એ પૂછ્યું. ત્યારબાદ તેણે થોડા સમય સુધી માઇન્ડ રીડિંગ કર્યું અને પછી બોર્ડ પર એક નામ લખી દીધું. પછી તેણે દર્શકને એ જગ્યાનું નામ બતાવવા કહ્યું જે રામપુર હતું. સુહાની શાહે બોર્ડ પર પણ રામપુર જ લખ્યું હતું. એ જોઇને દર્શક પણ ચોંકી ગયા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.