'તું વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ સેક્સી લાગશે' મહિલા પ્રોફેસરને ડીને આવું કહેતા હોબાળો

ગુરુગ્રામ યુનિવર્સિટીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે તેના ડીન પર છેડતીનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ડીન તેને છેલ્લા ઘણા દિવસોથી હેરાન કરી રહ્યો હતો. તેણે આ અંગે ડીનને ફરિયાદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ સમય મળી શક્યો ન હતો. આ પછી મહિલાએ પોલીસમાં FIR નોંધાવી.

ગુરુગ્રામ યુનિવર્સિટીની એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે ફાર્મસી વિભાગના ડીન ડૉ. ધીરેન્દ્ર કૌશિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે ડીન તેને છેલ્લા ઘણા દિવસોથી હેરાન કરી રહ્યો હતો. તે બધાની સામે તેની ઉપર બૂમ બરાડા પાડતો હતો. તેણે તેની સાથે ઘણી વખત ખરાબ વ્યવહાર પણ કર્યો છે. મહિલાનો આરોપ છે કે, 28 એપ્રિલના રોજ ડીને તેને પોતાની પાસે બોલાવી હતી અને ક્લાર્કના રૂમ નંબર 107માં તેની છેડતી કરી હતી. મહિલાનો આરોપ છે કે, ડીને તેને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપી હતી. મહિલાએ કહ્યું કે, ડીને તેને કહ્યું હતું કે તું વેસ્ટર્ન ડ્રેસમાં સેક્સી લાગશે.

મહિલા પ્રોફેસરે આરોપ લગાવ્યો કે, 21 એપ્રિલે જ્યારે લેડી પ્રોફેસર ક્લાસ લઈ રહી હતી ત્યારે ડીન ત્યાં આવી ગયા અને અચાનક પોતાની કોઈ પણ ભૂલ વગર તેના પર બૂમ બરાડા પાડવા લાગ્યા. એક દિવસ સવારે 9ને બદલે મહિલા ટ્રાફિક જામના કારણે 9.15 વાગ્યે યુનિવર્સિટી પહોંચી, ત્યારબાદ તેના લેક્ચરનો સમય બદલીને 9થી 10ને બદલે 10થી 11 કરવામાં આવ્યો. તેણે કહ્યું કે 28 એપ્રિલના રોજ પણ પ્રોફેસરે વેરિફિકેશન કર્યા બાદ પગારનું બિલ ડીનની ઓફિસમાં મોકલ્યું, પછી ક્લાર્ક તનુજને મોકલીને પ્રોફેસરને બોલાવ્યા. મહિલાએ કહ્યું કે ડીને મહિલા લેક્ચરરની છેડતી કરી અને જ્યારે તે રૂમમાંથી રડતી બહાર ભાગવા લાગી ત્યારે તેને રોકી દેવામાં આવી હતી. આથી રૂમની બહાર ઘણો સ્ટાફ પણ એકઠો થઈ ગયો હતો. આ પછી ત્યાંના લોકોએ બૂમો પાડતા ડીનને સ્થળ પરથી જતા જોયો. મહિલા લેક્ચરર કહે છે કે, ક્લાર્ક રૂમ નંબર 107માં CCTV હોવાથી તેનો પુરાવો CCTV ફૂટેજમાંથી પણ મળી શકે છે.

આ કેસમાં ડીન ડૉ. ધીરેન્દ્ર કૌશિકનું કહેવું છે કે, આ આરોપો ખોટા છે. તે પોતાના લેકચર બરાબર લઇ નહોતી રહી, તેથી તેને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. આથી મારા પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, આ કેસમાં મહિલા થાણા પૂર્વમાં આરોપી વિરુદ્ધ IPCની કલમ 354 A, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.