પતિ જેલમાં, દેવરે ભાભી સાથે લગ્ન કરી જમીન પચાવી લીધી

PC: interestedvideos.com

બરેલીના મીરગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ ગોરાલોકનાથપુરમાં અજીબ મામલો સામે આવ્યો છે. એક યુવક 19 વર્ષ બાદ જેલમાંથી છૂટીને સોમવારે પોતાના ઘરે પાછો આવ્યો તો તેની પત્ની તેના નાના ભાઈની સાથે તેની પત્ની તરીકે રહેતી મળી. તેને કારણે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. પોલીસે એક ભાઈનું શાંતિભંગમાં ચલણ કરી દીધુ. ગોરાલોકનાથપુરના ચંદ્રપ્રકાશના લગ્ન વર્ષ 2002માં સરોજ નામની યુવતી સાથે થયા હતા. એક વર્ષ બાદ ગૌના (વિદાઈ) થઈ. ત્યારબાદ દંપતિ એક વર્ષ સુધી સાથે રહ્યું.

8 ઓગસ્ટ, 2004ના રોજ ચંદ્રપ્રકાશને દુષ્કર્મ અને હત્યાના મામલામાં જેલમાં મોકલી આપવામાં આવ્યો. વર્ષ 2006માં તેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. એ જ સમયે તેની પત્ની પોતાના પિયર પાછી ચાલી ગઈ. તેને ખબર હતી કે તેનો પતિ હવે આખુ જીવન જેલમાં જ રહેશે. તેને કોઈ સંતાન પણ ન હતું. દરમિયાન, ચંદ્રપ્રકાશના નાના ભાઈ દેવપ્રકાશ સાથે તેની પત્ની સરોજ સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા. તે બંને બાદમાં પતિ-પત્નીની જેમ સાથે રહેવા માંડ્યા. બંનેના પાંચ બાળકો પણ થયા.

સંયોગથી 25 જૂન, 2023ના રોજ કોર્ટે ચંદ્રપ્રકાશને જામીન આપી દીધા. તે ઘરે આવ્યો તો તેની પત્ની નાના ભાઈ સાથે પત્નીની જેમ રહેતી હતી. ચંદ્રપ્રકાશે આરોપ લગાવ્યો કે, તેની પત્ની અને નાના ભાઈએ મળીને તેની જમીન પર કબ્જો કરી લીધો. જમીન પાછી માંગવા પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી. તેના પર ચંદ્રપ્રકાશે પોલીસ સ્ટેશનમાં જઈ આ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

પોલીસે દેવપ્રકાશ અને સરોજને આ મામલાને લઇને પોલીસ સ્ટેશન બોલાવ્યા તો બંનેએ જમીન પરથી કબ્જો હટાવવાની ના પાડી દીધી અને કબ્જો ના છોડવાની વાત પર અડી ગયા અને ઝઘડો કરવા માંડ્યા. આથી, પોલીસે દેવપ્રકાશને જેલમાં બંધ કરી દીધો. ત્યારબાદ, કેટલાક લોકો પહોંચ્યા અને બંને પક્ષોને સમજાવીને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવી દીધુ. દેવપ્રકાશ અને સરોજ જમીન પરથી કબ્જો છોડવા માટે તૈયાર થઈ ગયા. પંચાયતે પત્ની પર અધિકાર દેવપ્રકાશને જ આપ્યો.

બીજી તરફ, પોલીસે શાંતિભંગની આશંકામાં દેવપ્રકાશનું ચલણ કરી દીધુ. મીરગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમની વચ્ચે સમાધાન થઈ ગયુ છે. બંને ફરીથી ઝઘડો ના કરે તે માટે ચલણ કરી પાબંદ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp