કેનેડામાં યુવાન પુત્રનું મોત, આઘાતમાં માતાનું પણ મોત, એક સાથે કરાયા અંતિમસંસ્કાર

PC: bhaskar.com

પંજાબના નવાશહર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગુરવિંદર નાથ (24 વર્ષ)નું કેનેડામાં અવસાન થયું હોવાની જાણ થતાં તહસીલ બલાચૌરના એમા ચાહલ ગામમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. ગુરવિંદર નાથ પર 9 જુલાઈના રોજ કેનેડામાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો, જેના પછી તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો, અને ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 14 જુલાઇના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ગુરવિંદરના ઘરે આ વાતની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાઈ ગયું હતું. ગુરવિન્દર નાથના મૃત્યુના સમાચાર વિશે સગા-સંબંધીઓએ પહેલા પરિવારના સભ્યોને તાત્કાલિક કંઈ જાણ કરી નહિ અને પાછળથી જાણ કરી હતી. 27 જુલાઈના રોજ ગુરિન્દરની માતા નરેન્દ્ર કૌરની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. સંબંધીએ જણાવ્યું કે માતા કેનેડામાં પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકી અને ડિપ્રેશનમાં જતી રહી. આ પછી માતાને દવા આપવામાં આવી, પરંતુ સ્થિતિમાં સુધારો થયો નહીં. તેની બગડતી હાલત જોઈને તેને તાત્કાલિક રોપરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અહીંથી તેને DMC લુધિયાણા રિફર કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન નરિન્દર કૌરનું 50 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનું પૈતૃક ગામ કરીમપુર ચાહવાલા છે. ત્યાંથી લાંબા સમય પહેલા, નરિંદર કૌરનો પરિવાર નવાશહરના કાઠગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમા ચહલ ખાતે રહેવા ગયો હતો. મોતના સમાચાર મળતા જ વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. આજે માતા અને પુત્ર બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરવિંદરનો મૃતદેહ ગઈ કાલે રાત્રે કેનેડાથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યો, જ્યાંથી તેને ગામમાં લાવવામાં આવ્યો.

પંજાબના નવાશહરના એમા ચહલ ગામમાં શનિવારે માતા-પુત્રની એકસાથે ચિતા પ્રગટાવવામાં આવી હતી. બંને ચિતાઓને એકસાથે સળગતી જોઈને સ્મશાનમાં ઊભેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. જ્યારે માતાને ખબર પડી કે ગુરવિન્દર નાથ (24) પુત્ર કૃષ્ણ દેવનું કેનેડામાં મૃત્યુ થયું છે, ત્યારે તેનું પણ આઘાતથી મૃત્યુ થયું હતું.

ગુરવિંદર સિંહ 2 વર્ષ પહેલા કેનેડા ભણવા ગયો હતો. તેઓ ત્રણ ભાઈઓ હતા. પૈતૃક ગામ કરીમપુર ચાહવાલા છે. પરંતુ લાંબા સમય પહેલા ત્યાંથી નીકળીને પિતાએ નવાશહરના કાઠગઢ પોલીસ સ્ટેશનના એમા ચહલમાં ખેતી અને દૂધનું કામ કરવાનું શરૂ કર્યું. આજે ભીની આંખો સાથે માતા અને પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટા છોકરાએ માતા અને ભાઈની ચિતાઓને મુખાગ્નિ આપી હતી. માતા-પુત્રના મૃતદેહ ગામમાં પહોંચતા સમગ્ર વિસ્તાર અને સગાસંબંધીઓની આંખો ભીની થઇ ગઈ હતી. એમા ચહલ ગામના સ્મશાન ભૂમિમાં ભીની આંખો સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને જ્યાં મહિલાઓ રડી રહી હતી ત્યાં પુરુષોની આંખો પણ ભીની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp