નાનાભાઇનું કરંટ લાગવાથી મોત થયું,આઘાતમાં મોટાભાઇ પણ અનંતની વાટે

PC: bhaskar.com

ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે પતિનું અવસાન થયાના થોડા સમય પછી પત્ની કે પત્નીના અવસાન પછી પતિનું તરત મોત થયું હતું. હજુ થોડા સમય પહેલા સુરતમાં એક વેવણ તેમના વેવાઇની અંતિમ વિધીમા ગયા હતા તો  શબ જોઇને આઘાતમાં તેમનું પણ મોત થયું હતું. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે ભાઇના 3 કલાકની અંદર મોત થયા છે. નાના ભાઇને કરંટ લાગ્યો તો 3 કલાકમાં જ મોટાભાઇએ પણ જીવ છોડી દીધો હતો. બંને ભાઇનો અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા અને ગામના લોકોએ ડુસ્કા ભર્યા હતા.

રાજસ્થાનમાં નાના ભાઈને વીજ કરંટ લાગતા મોતનો આઘાત મોટા ભાઈ સહન કરી શક્યા ન હતા. ભાઈના મોતના 3 કલાક પછી મોટા ભાઈનું પણ અવસાન થયું હતું. બંને સગાભાઇઓ ભાઈઓની અર્થી એકસાથે નિકળી હતી.અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. આ મામલો ઉદયપુરથી લગભગ 45 કિમી દૂર લસાડિયાનો છે.

Lakhma

જાણવા મળેલી માહિતી મુજબ ઉદયપુરથી લગભગ 45 કિ.મી. દુર આવેલા લસાડિયાના બેડાસોટા ગામમાં લખમા મીણા અને હુડા મીણા રહેતા હતા.લખમા મીણા હુડા મીણાનો નાનો ભાઇ થતો હતો. 53 વર્ષના હુડા મીણા ઘણા સમયથી અસ્મથા પીડિત છે.

હુડા મીણાના નાનાભાઇ લખમા મીણાનું શનિવારે કુવા પર કરંટ લાગવાને કારણે મોત થયું હતું. લખમા મીણા 50 વર્ષના હતા.લખમાં કુવા પર મોટર ચાલુ કરવા માટે ગયા હતા અને મોટર ચાલુ કરવા જતા કરંટ લાગી ગયો હતો.

નાનાભાઇના મોતના સમાચારથી હુડા દુખી હતા અને 3 કલાક પછી તેમણે પણ પ્રાણ ત્યાગી દીધો હતો. બંનેનો પરિવાર કૃષિ પર નિર્ભર છે. મોટાભાઇ હુડા મીણાને 3 પુત્ર અને 2 પુત્રી છે. જ્યારે નાનાભાઇ લખમાને 2 પુત્ર અને 2 પુત્રી છે.

Huda

એક જ પરિવારના બે ભાઇઓની અંતિમ યાત્રા નિકળી ત્યારે બેડાસોટો ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા જમ્મૂના આરએસ પુરા ગામમાં બન્યો હતો. મોટરમાં કરંટ લાગવાને કારણે સવારે માતાનું મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં માતાના સમાચારની પૃષ્ટિ થઇ તો પુત્ર બપોરે એજ મોટર ચાલું કરવા ગયો હતો અને તેમાં તેનું પણ મોત થયું હતું. એક જ દિવસે મા-દીકરાએ જીવ ગુમાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp