'તમારી દીકરી ગર્ભવતી છે', પ્રેમીએ આટલું કહેતા પિતાએ ગુસ્સે થઇ દીકરીની કરી હત્યા

કાનપુરમાં એક પિતા એટલો પથ્થર દિલ નીકળ્યો કે તેણે તેની પુત્રીના બોયફ્રેન્ડના ખોટા ફોન પર એટલો ગુસ્સો આવ્યો કે, તેણે પોતાના હાથે જ પુત્રીનું ગળું દબાવી દીધું, જ્યારે પુત્રી કસમ આપતી રહી કે પપ્પા એવું કંઈ નથી... તે છોકરો જૂઠું બોલે છે, પરંતુ નિર્દય પિતાના હાથ કાંપ્યા નહીં અને તેણે કેબલ વાયર વડે પુત્રીનું ગળું દબાવી દીધું.

હવે તે પુત્રીની માતાએ તેના હત્યારા પતિ વિરુદ્ધ પુત્રીની હત્યા માટે FIR લખાવી છે, જેના પછી પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે. આ મામલો કાનપુરના રાવતપુર વિસ્તારનો છે. અહીં રહેતી 16 વર્ષની યુવતીને સોનુ નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. સોનુ તે છોકરી સાથે લગ્ન કરવા તૈયાર હતો, પરંતુ છોકરીના પિતા તેના માટે તૈયાર ન હતા.

માતા-પિતાનું કહેવું હતું કે, છોકરી હજુ નાની છે. પાછલાં દિવસોમાં સોનુએ છોકરીના પિતાને ફોન પર ખોટી માહિતી આપી હતી કે, હું તમારી પુત્રીના પ્રેમમાં છું, તે ગર્ભવતી પણ છે, તેથી હું તેની સાથે લગ્ન કરીશ, મારા લગ્ન કરાવી દો. બાપ આટલી વાતથી એકદમ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો, તે ગુસ્સામાં ઘરે આવ્યો. સૌ પ્રથમ, તે તેની પત્નીને લઈ ગયો અને તેને તેના પિયરના ઘરે છોડી આવ્યો.

ત્યારપછી દારૂ પી ને નશામાં ચકચૂર થઈને પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચીને તેણે કેબલ વાયર લીધો અને તે જ વાયર વડે પલંગ પર સુતેલી પુત્રીનું ગળું દબાવી દીધું. દરમિયાન, છોકરીએ બૂમો પાડવાનું શરૂ કરતાં ઘરના ભાડૂતોને હત્યાનો સંકેત મળી ગયો, અને તેઓએ ફોન પર છોકરીની માતાને જાણ કરી. જ્યારે માતા સ્થળ પર આવી ત્યારે પતિએ તેને પણ મારવાનું શરૂ કરી દીધું.

માતાએ પોલીસને જાણ કરી. આ પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જોયું કે, દીકરીની લાશ પલંગ પર પડી હતી. આરોપી પિતા પણ તેની બાજુમાં ઉભા હતા અને માતા રડી રહી હતી. પોલીસે જ્યારે આરોપી પિતાની ધરપકડ કરી ત્યારે તેણે સીધી કબૂલાત કરી કે, તેણે જ તેની પુત્રીની હત્યા કરી છે.

માતા કહે છે કે, પિતા તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા, તેને ક્યારેય મારતા પણ ન હતા, આ છોકરો સોનુએ ખોટી ખોટી માહિતી આપી હતી, તે છોકરીને હેરાન કરતો હતો, તેણે તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું, અને તે ગર્ભવતી છે, તે સંપૂર્ણ ખોટી માહિતી હતી, તે મારી પુત્રી છે, હું બધું જાણું છું કે, એવું કંઈ નથી છતાં તેણે તેની હત્યા કરી નાખી છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.