ચંડી મંદિરમાં યુવકે નમાઝ પઢી, મંદિરને ગંગાજળથી શુદ્ધ કર્યું, પોલીસ ફોર્સ તૈનાત

શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ UPના હાપુડ જિલ્લાના ચંડી રોડ પર સ્થિત ચંડી મંદિરમાં અન્ય ધર્મનો યુવક ઘુસ્યો અને મંદિર પરિસરમાં જમીન પર બેસીને નમાઝ પઢવા લાગ્યો. જ્યારે ભક્તોએ યુવકને મંદિરની અંદર નમાઝ અદા કરતા જોયો તો તેઓએ વિરોધ કર્યો અને હંગામો મચાવ્યો. જો કે, ત્યાર પછી મંદિરના આંગણાને ગંગાજળથી ધોઈ નાખ્યું હતું. જ્યારે હિંદુ સંગઠનોને મંદિરની અંદર નમાઝ પઢવામાં આવી રહી હોવાની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ પણ કર્યો અને આરોપીની ધરપકડની માંગ કરી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આ અંગે તપાસ હાથ ધરી હતી. લોકોના ભારી ગુસ્સાને જોતા મંદિર પરિસરની આસપાસ મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

 

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે લગભગ 5 વાગે હાપુડના ચંડી રોડ સ્થિત ચંડી મંદિરમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મંદિરમાં ઘુસ્યો અને પરિસરમાં જમીન પર બેસીને નમાઝ પઢવા લાગ્યો. મહિલા શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો કે, આ વ્યક્તિએ કથિત રીતે જમીન પર નમાજ અદા કરી હતી. ત્યાર પછી જ્યારે મંદિરમાં કેટલાક વધુ ભક્તો પહોંચી ગયા તો તેઓએ તે વ્યક્તિને મંદિરની બહાર કાઢી મુક્યો હતો. ઘટનાની માહિતી મળતા જ સિટી કોટવાલ સંજય પાંડે મંદિરે પહોંચી પૂજારી અને અન્ય લોકોની પૂછપરછ કરી હતી અને ત્યાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી હતી.

 

બીજી તરફ માહિતી મળતાં જ SP અભિષેક વર્મા, ASP મુકેશ મિશ્રા સહિતનું ભારે પોલીસ દળ મંદિરે પહોંચી ગયું હતું અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મંદિર પ્રબંધન સમિતિના નવનીત અગ્રવાલ કાલીવાલેએ જણાવ્યું કે, મંદિર પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી છે. FIR નોંધવવામાં આવી રહી છે. BJP સહિત હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી કાર્યવાહીની માંગ કરી હતી. BJPના શહેર પ્રમુખ વિનીત દિવાનનું કહેવું છે કે, શુક્રવારે વહેલી સવારે મંદિરના પરિસરમાં નમાજ પઢવામાં આવી હતી. આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. આરોપીને સજા થવી જોઈએ. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ સુધીર અગ્રવાલ ચોટી, વિવેક ગર્ગ, અરુણ અગ્રવાલ, રવિન્દ્ર રવિન્દ્ર પોપટ, ઋત્વિક ત્યાગી, શુભમ ગોયલ, મનોજ વગેરેએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રેરણા શર્માએ કહ્યું છે કે, નમાઝ અદા કરવાનો મામલો ધ્યાન પર આવ્યો છે. મંદિર સમિતિના લોકો અને સ્થાનિક લોકો સાથે વાત કરી. લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. CO અશોક સિસોદિયાએ જણાવ્યું કે, પોલીસ CCTV કેમેરાની તપાસ કરી રહી છે. આ મામલે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.