પ્રેમિકાની જુદાઇ ન સહન કરી શક્યો તો યુવકે ડેટોનેટર બાંધીને પોતાને ઉડાવ્યો, મોત

PC: news9live.com

રાજસ્થાનના ઉદયપુરમાં રવિવારે મોડી રાત્રે એક 24 વર્ષીય યુવકે પોતાની પ્રેમિકાની કોઇ બીજા સાથે સગાઇ થઇ ગયા બાદ ગળામાં ડેટોનેટર બાંધીને આત્મહત્યા કરી લીધી. ઘટનાથી પરિચિત પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, યુવકના પરિવારજનોએ છોકરી વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવ્યો છે. ઉદયપુરના ઋષભદેવના સર્કલ અધિકારી, હેરંબ જોશીએ જણાવ્યું કે, નીલેશ મીણા ખનનનું કામ કરતો હતો. એમ લાગે છે કે ખનન સ્થળથી જ તેણે ડેટોનેટરની વ્યવસ્થા કરી. પોતાના જ ગામની એક છોકરી સાથે તેના સંબંધ હતા.

હાલમાં જ છોકરીની બીજા છોકરા સાથે સગાઇ થઇ ગઇ, ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી. ઉદયપુરના ઋષભદેવ સર્કલ અધિકારી, હેરંબ જોશીએ જણાવ્યું કે, નીલેશ મીણાનું ગામની એક છોકરી સાથે સંબંધ હતા. હાલમાં જ છોકરી બીજા છોકરા સાથે સગાઇ થઇ ગઇ હતી. તેનાથી તે પરેશાન હતો. કદાચ આ જ કારણે તેણે આત્મહત્યા કરી લીધી હોય. રવિવારે રાત્રે ધમકાનો અવાજ સાંભળીને ગ્રામજનો બહાર નીકળ્યા તો જોયું કે નીલેશ મીણાની ડેડબોડી રોડ પર પડી છે.

ઘટના બાદ નીલેશ મીણાના પરિવારજનોએ IPCની કલમ 302 (હત્યા) હેઠળ FIR નોંધાવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે કે આ હત્યા છે કે આત્મહત્યા. પોલીસ અધિકારી હેરંબ જોશીએ કહ્યું કે, અમે એ તપાસ કરી રહ્યા છીએ કે મીણાએ ડેટોનેટરની વ્યવસ્થા કેવી રીતે કરી હતી અને મીણાએ ગળા પર ડેટોનેટર બાંધીને ધમાકાને અંજામ આપ્યો હતો. આત્મઘાતી બોમ્બ ધમાકાના કારણે ગળાથી ધડ અલગ થઇ ગયું હતું અને શરીરના ચીથરે ચીથરા ઊડી ગયા હતા.

પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ ઘટના પ્રેમ પ્રસંગની લાગી રહી છે. નીલેશ મીણા ગામની પાસે જ એક ખનન સ્થળ પર મજૂરીનું કામ કરતો હતો. સમાન ગોત્ર હોવાના કારણે તેના લગ્ન પ્રેમિકા સાથે થઇ શકતા નહોતા. નીલેશે ઘરથી માત્ર 100 મીટરની દૂરી પર એક સામસૂમ જગ્યા જોઇને પોતાને ઉડાવ્યો. પોલીસે FSLની ટીમને ઘટનાસ્થળ પર બોલાવીને પુરાવા ભેગા કર્યા. ઘટનાની જાણકારી મળતા જ એક પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. તે પોતાના પરિવારનો સૌથી મોટો છોકરો હતો. તેની એક નાની બહેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp