યુટ્યુબ બાબાનો ફૂટ્યો ભાંડો, ઓનલાઇન સટ્ટો રમવાનો નીકળ્યો શોખિન, ભૈરવની સવારી..

PC: aajtak.in

મધ્ય પ્રદેશની ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયા છેતરપિંડી કરનાર યુટ્યુબ બાબા ઉર્ફ યોગેશ મેહતાની ધરપકડ કરી લીધી છે. આરોપી ઉજ્જૈન, રતલામ, મંદસૌર સહિત ઘણા અન્ય શહેરોમાં 5.50 કરોડ રૂપિયાનું ફ્રોડ કરી ચૂક્યો છે. ચાલાક અંદાજના કારણે આરોપી યુટ્યુબ બાબાની ધરપકડ થઈ શકતી નહોતી. આ મામલો ત્યારે પોલીસના ધ્યાનમાં આવ્યો, જ્યારે ગુના જિલ્લાના મૃગવાસની નિવાસી પૂજા પરિહારે પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. ફરિયાદી મહિલાએ જણાવ્યું કે તેની સાથે મ્યુચ્યુઅલ ફંડના નામ પર 5.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

તેણે પોલીસને જણાવ્યું કે, એક વર્ષ અગાઉ તેણે યુટ્યુબ પર વીડિયો જોયો હતો. વીડિયોમાં એક બાબા જીવન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર કરવાનો દાવો કરી રહ્યો હતો. વીડિયોની લિંક નીચે મોબાઈલ નંબર લખેલા હતા. જ્યારે એજ મોબાઈલ નંબર પર કોલ લગાવ્યો તો બીજી તરફથી યોગેશ મેહતા નામના વ્યક્તિએ વાતચીત કરી. યોગેશ મેહતાએ જણાવ્યું કે, તે વડનગર (ઉજ્જૈન)નો રહેવાસી છે અને IDBI બેંકમાં એજન્ટે છે બેંકમાં એજન્ટ છે. યોગેશે પૂજાને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વાત કરતા કહ્યું કે, લાભ મેળવવાનો તેનાથી સારો અવસર નહીં હોય.

પૂજાએ 5.50 લાખ રૂપિયા યોગેશને ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા, પરંતુ યોગેશ મેહતાએ ન તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટની જ રસીદ આપી અને ન તો પોલિસી. એક વર્ષ બાદ (23 જૂન 2023) પીડિતાએ મૃગવાસ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ FIR નોંધાવી. FIRના આધાર પર પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો નકલી યુટ્યુબ બાબાની છેતરપિંડીનો ખુલાસો થયો. યુટ્યુબના વીડિયો પર જે મોબાઈલ નંબર હતો, તેની કોલ ડિટેલ્સ કઢાવવામાં આવી. આરોપીની પત્નીનો મોબાઈલ નંબર પણ પોલીસને મળી ગયો. પોલીસે પૂછપરછ કરી તો જાણકારી મળી કે યોગેશ મેહતા છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ છે.

આ દરમિયાન પોલીસને યોગેશની પત્નીના કોલ ડિટેલ્સમાં ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા 3 ફોન નંબર પણ મળ્યા, જેમની સાથે આરોપી સતત સંપર્કમાં હતો. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે યોગેશ ઉર્ફ યુટ્યુબ બાબાનું કનેક્શન ઉત્તર પ્રદેશ સાથે પણ છે, જે સીમ કાર્ડ યોગેશ ચલાવી રહ્યો હતો તે કોઈ અંકિતના નામ પર રજિસ્ટર્ડ છે. પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી તો તેણે ઘણા ખુલાસા કર્યા. આરોપીએ જણાવ્યું કે, તે સારો એવો ભણેલો ગણેલો છે. ઉજ્જૈનમાં તેની ખેતીની જમીન અને કિટકનાશકની દુકાન છે. વડનગરમાં રહેતા તેણે એક મહાકાળી ધામ પણ બનાવ્યું છે, જ્યાં લોકોના જીવન સાથે જોડાયેલી સમસ્યાના નિદાનનો દાવો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp