Video: બાઈક પર સ્ટંટ મારી રહ્યો હતો યૂટ્યૂબર, થયો અકસ્માત, પોલીસે દાખલ કર્યો કેસ
તમિલનાડુના કાંચીપુરમમાં જાણીતા યૂટ્યૂબર TTF વાસનનો અકસ્માત થયો. તે બાઈક પર વ્હીલી નામનો સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક બાઈક આઉટ ઓફ કન્ટ્રોલ થઇ ગઇ. બાઈક પલટી મારીને દૂર જઇ પડી. તેની વચ્ચે યૂટ્યૂબર પણ બીજી બાજુ પડ્યો. આ ઘટનામાં વાસન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
શું છે વ્હીલી સ્ટંટ
વ્હીલી સ્ટંટમાં બાઈકના આગળના ટાયરને હવામાં ઉઠાવીને પાછળના ટાયરથી ચલાવવામાં આવે છે. તમે ફિલ્મોમાં આ સ્ટંટ જરૂર જોયો હશે.
રિપોર્ટ અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ વાસન બાઈક પર ચેન્નઈથી કોયમ્બતૂર જઇ રહ્યો હતો. બલુચેટ્ટી ચથિરામ પાર કરતા સમયે સર્વિસ લેન પર તે અકસ્માતનો શિકાર બન્યો. બાઈકની સ્પીડને કારણે તે 100 મીટર ઘસડાઇને રસ્તાના કિનારે પડી ગઇ. વાસનને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્ટંટ કરતા સમયે વાસને પ્રોટેક્ટિવ ગિયર પહેર્યા હતા.
Popular Biker/YouTuber #TTFVasan got into an accident while trying a dangerous Stunt in the Chennai - Bengaluru highway yesterday..
— Ramesh Bala (@rameshlaus) September 18, 2023
Wishing him a speedy recovery
Don't try this.. You are endangering your life as well as the lives of fellow road users pic.twitter.com/hE2YRQCeOX
વાસન એક ફેમસ મોટોવ્લોગર અને યૂટ્યૂબર છે. તેની Twin Throttles નામની યૂટ્યૂબ ચેનલ છે. જેના પર 40 લાખથી વધારે સબ્સક્રાઈબર્સ છે. જેના પર વાસન પોતાની હાઈસ્પીડ બાઈક રાઇડથી જોડાયેલા વીડિયો અને વ્લોગ શેર કરતો રહે છે. આ પ્રકારે ખતરનાક સ્ટંટ કરવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઇ વાસન પર ઘણી વાર દંડ ફટકારવામાં આવ્યા છે. અકસ્માતવાળા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સારવાર પછી વાસન સાથે પૂછપરછ કરશે. પોલીસે વાસન સામે રેશ ડ્રાઈવિંગને લઇ કેસ દાખલ કરી દીધો છે.
આ વર્ષે જ મે મહિનામાં એક જાણીતા બાઈક રાઈડર અને યૂટ્યૂબર અગસ્ત્ય ચૌહાણનું એક રોડ અકસ્માતમાં દર્દનીય મોત થયું હતું. આગરાથી દિલ્હી જતા સમયે યમુના એક્સપ્રેસવેના 47 કિલોમીટર માઇલસ્ટોન પર તેની રેસિંગ બાઈક ડિવાઈડર સાથે અથડાયા પછી અનિયંત્રિત થઇ ગઇ. ત્યાર પછી તેનું માથુ જમીન સાથે અથડાયુ અને હેલમેટ સંપૂર્ણ રીતે તૂટી ગયું. ઘટના સમયે અગસ્ત્ય વીડિયો શૂટ કરતા સમયે પોતાની રેસિંગ બાઈકને 300 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચલાવી રહ્યો હતો. આ રોડ અકસ્માત 3 મેના રોજ સવારે અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન હદના યમુના એક્સપ્રેસ-વેના 47 માઇલસ્ટોનની પાસે થયો હતો. અગસ્ત્ય દેહરાદૂનનો રહેવાસી હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp