સાઈ બાબા પર ટિપ્પણી કરીને ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી,ઉદ્ધવની યુવા સેનાએ કરી ફરિયાદ

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ મુંબઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ની યુવા સેના તરફથી આપવામાં આવી છે. બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાઈ બાબા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની યુવા સેનાના લોકોએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

યુવા સેનાના લોકોએ કહ્યું કે, બાગેશ્વર બાબા શિરડી સાઈ બાબાના ભક્તિની ભાવનાઓ સાથે ખેલવાડ કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ થોડા દિવસ અગાઉ સાઈ બાબાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, સાઈબાબા સંત હોય શકે છે, ફકીર હોય શકે છે, પરંતુ ભગવાન નહીં. આપણાં ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે. તેમણે સાઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી.

તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ બની જતું નથી. ઉલ્લેખનીય છે કે બાગેશ્વર બાબા ઉર્ફ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા મધ્ય પ્રદેશના જબલપુરમાં 25 માર્ચથી 31 માર્ચ સુધી આયોજિત કરવામાં આવી હતી. આ દરમિયાન ચર્ચા કરતા તેમણે સાઈ બાબાને લઈને ઘણી વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રધાનમંત્રી છે એટલે દરેક સનતાનીએ તેમની વાત માનવી જરૂરી છે.

એ સિવાય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સાઈ બાબાને લઈને જે લોકોની આસ્થા છે, હું તેમની આસ્થાને ઠેસ પહોંચાડવા માગતો નથી, પરંતુ એ હકીકત છે કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નહીં બની શકે, સંત પછી આપણાં ધર્મના હોય કે પછી તુલસી દાસ અને સૂરદાસ જ કેમ નહીં હોય, આ લોકો મહાન હોય શકે છે, યોગપુરુષ હોય શકે છે, પરંતુ કોઈ પણ ભગવાન નહીં હોય શકે.

ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાગપુરવા કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે વીડિયોમાં પોતાના સમર્થકોને કહ્યું હતું કે, જ્યારથી તેમણે ઘર વાપસીનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારથી ષડયંત્ર વધતા જઈ રહ્યા છે, પરંતુ પાછળ હટવાનું નથી, ખૂબ સક્રિય થવાનું છે. તેમણે નાગપુર વિષય પર વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ત્યાં ક્યારેય બીજા ધર્મના લોકો પર સવાલ કેમ ન ઉઠાવ્યા. અમારી હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા છે. અમારે વધારે સફાઇ આપવાની નથી. અમે ધર્માંતરણ રોકીશું. અમે ઘર વાપસી કરાવીશું, અમે સનાતનની વાત કરીશું. આ તો હજુ ટ્રેલર છે, હજુ મોટા મોટા પડકાર આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.