‘અંકિતા પ્લીઝ એક્સ બોયફ્રેન્ડને..’ છોકરીની આ હરકત પર Zomatoએ પણ જોડ્યા હાથ

PC: india.com

સોશિયલ મીડિયા પર ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની Zomatoની એક ટ્વીટ  વાયરલ થઈ રહી છે. આ ટ્વીટમાં Zomatoએ ભોપાલની રહેવાસી અંકિતાને પોતાના એક્સ બોયફ્રેન્ડને કેશ ઓન ડિલિવરી પર ફૂડ મોકલવાનું બંધ કરવાની અપીલ કરી છે.  Zomatoએ તેની પાછળનું જે કારણ બતાવ્યું છે તે ખૂબ અજીબ છે. તેને વાંચીને યુઝર્સ પણ વિચારમાં પડી ગયા કે આખરે અંકિતા પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે કરવા શું માગતી હતી. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ શું છે આખો મામલો.

અંકિતા પોતાના એક્સ બોયફ્રેન્ડને કેશ ઓન ડિલિવરી (COD) મોડ પર ફૂડ મોકલાવી રહી હતી. કેશ ઇન ડિલિવરીની અર્થ છે કે જે ઓર્ડર રીસિવ કરશે તે જ તેનું પેમેન્ટ આપશે, પરંતુ બીજી તરફ અંકિતાનો એક્સ બોયફ્રેન્ડ ઓર્ડરનું પેમેન્ટ કરવાની જ ના પાડી દેતો હતો. એવું એક કે બે નહીં પરંતુ ત્રણ વખત થયું. એવામાં પોતે Zomatoએ ટ્વીટ કરવી પડી. Zomatoએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘ભોપાલથી અંકિતા કૃપયા પોતાના એક્સ બોયફ્રેન્ડને કેશ ઓન ડિલિવરી ફૂડ મોકલવાનું બંધ કરે. આ ત્રીજી વખત છે જ્યારે તે પેમેન્ટ કરવાની ના પાડી રહ્યો છે.

હવે Zomatoની આ ટ્વીટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ ટ્વીટને અત્યાર સુધી 3 લાખ કરતા વધુ વ્યૂઝ અને 5 હજાર કરતા વધુ લાઇક્સ મળી ચૂકી છે. સાથે જ સેકડો યુઝર્સે તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું કે, અંકિતાએ એક્સ બોયફ્રેન્ડને પરેશાન કરવાની ગજબની રીત શોધી. અન્ય એક યુઝરે લખ્યું કે, અંકિતાએ તો એક્સ સાથે અલગ જ લેવલનો ખેલ ખેલી દીધો. તો એક યુઝરે કંપનીનું માર્કેટિંગ સ્ટંટ કરાર આપી દીધો.

એક યુઝરે પૂછ્યું કે, આ ટ્વીટ બાદ અંકિતા હવે કેશ ઓન ડિલિવરી કરવાનું બંધ કરશે કે નહીં? વધુ એક વ્યક્તિએ લખ્યું કે, સોશિયલ મીડિયા પર ક્યારે, શું વાયરલ થઈ જાય કહી નહીં શકાય. હવે Zomatoને જ જોઈ લો. હાલમાં યુઝર્સે Zomatoની આ ટ્વીટની જોરદાર મજા લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp