પાલનપુર પાસે પશુઓથી ભરેલી અધધ..10 ટ્રક ઝડપાઇ, 150 ઢોરને કતલખાને લઇ જવાતા હતા

PC: divyabhaskar.co.in

રાજસ્થાનથી 150 પશુઓને કતલખાને લઇ જવા માટે 10 ટ્રક આવી રહી હતી ત્યારે બાતમીને આધારે ગૌરક્ષકોએ પાલનપુરના ચિત્રાસણી પાસે આ ટ્રકોને અટકાવી હતી તો ટ્રકના ડ્રાઇવરોએ ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો, જો કે જીવના જોખમે બધી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને પશુઓને કતલખાને જતા રોકી દેવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ 10 ટ્રકો પોલીસના હવાલે કરી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને, ટ્રક ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પશુઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ, ગૌરક્ષકોની માહિતી મળી હતી કે, ઘાસચારા કે પાણીની કોઇ પણ સગવડ કર્યા વગર 10 ટ્રક 150 પશુઓને લઇને રાજસ્થાનથી નિકળી છે. ગૌરક્ષકોએ પહેરો ભરીને ટ્રક અટકાવી હતી તો ડ્રાઇવરોએ તેમની પર હુમલો કરી દીધો હતો. ટ્રકમાં ભેંસ, ગાય જેવા પશુઓ ખીચોખીસ ભરેલા હતા. ગૌરક્ષકોએ હિંમત કરીને ટ્રકો પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે 10 ટ્રક સહિત કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રકનો કબ્જો લઇને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પશુઓને ડીસાના કાંટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાંજરાપોળમાં પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો.

જો કે આવું પહેલીવાર બન્યું નથી, હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, જીવદયા પ્રેમીઓઅ કતલખાને લઇ જવાતા 56 ઘેટા અને 213 બકરાંને છોડાવ્યા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બકરાં અને ઘેટાઓને રાજકોટની પાંજરાપાળોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

6 મહિના પહેલાં પણ કતલખાને લઇ જવાતા 1 હજાર પશુઓને કતલખાને જતા પહેલાં બચાવી લેવામાં આવ્યા હતા. પાલનપુર હાઈવે ઉપરથી આરટી ઓ સર્કલ પાસે પાંચ ટ્રકના ચાલકો ઘેટાં-બકરા ભરી જઈ રહ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમી અને પોલીસે શંકાના આધારે ટ્રકો રોકી તપાસ કરતા ટ્રકોની અંદર 1 હજાર 378 જેટલા ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. જેમાંથી 21 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. પોલીસે પુછપરછ કરી તો ડ્રાઇવર પાસે પશુઓને હેરાફેરી કરવાની કોઇ પરમીટ નહોતી.

ઘણા લોકો એવા હોય છે, જે પશુઓ પાસેથી બધુ નિચવી લે, પછી પશુઓ કામના ન રહે ત્યારે કતલખાને મોકલી આપતા હોય છે. તેમને પછી ઘાસચારો પણ આપવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp