ગુરૂ પૂનમના શાળાના કાર્યક્રમમાં જ રાજકોટમાં 15 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો

PC: gujaratijagran.com

ગુજરાતમાં હાર્ટ એટેકની એક વધુ ઘટના સામે આવી છે, ઘટનામાં 15 વર્ષના કિશોરનું મોત નીપજ્યું છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સ્થિત સ્વામી નારાયણ ગુરૂકુળના એક છોકરાએ હાર્ટ એટેક આવવા પહેલા જ એક તસવીર મોકલી હતી. પિતાએ ગૂરૂ પૂર્ણિમાના કાર્યક્રમમાં દિકરાને ઓલ ધ બેસ્ટનો મેસેજ કરીને તેને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમમાં જ તેને એકાએક હાર્ટ એટેક આવ્યો અને ત્યાં ધમાલ મચી ગઇ. કાર્યક્રમને વચ્ચે જ રોકી દેવામાં આવ્યો અને છાત્રને હોસ્પિટલમાં લઇ જવાયો. જ્યાં, કિશોર છાત્રનું મોત થયું. મેડિકલ તપાસમાં છાત્રના મોતનું કારણ હાર્ટ એટેક કહેવામાં આવ્યું.

ગોંડલ પાસે રિબડામાં સ્વામીનારાયણ ગુરૂકુળમાં ગુરૂ પૂર્ણિમાના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુરૂ વિશે ચર્ચા કરવામાં આવી. તે દરમિયાન જ ધોરાજીની કલ્યાણ સોસાયટીના રહેવાસી દેવાંશ વેંકુભાઇ ભાયાણીને હાર્ટ એટેક આવ્યો હતો. 10મા ધોરણમાં ભણતા 15 વર્ષના છાત્રને હાર્ટ એટેક આવવા પર તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પણ છાત્રનું મોત થઇ ગયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રારંભિક તપાસમાં જ તેને મૃત જાહેર કરી દીધો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જ્યાં પ્રારંભિક તપાસમાં ખબર પડી કે દેવાંશનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

દેવાંશના પિતા એક ઉદ્યોગપતિ છે. દેવાંશ પરિવારમાં એકલો છોકરો હતો. પરિવાર અનુસાર, દેવાંશ ગુરૂ પૂર્ણિમા પર ગુરૂકુળના મેદાનમાં લગભગ 500 વિદ્યાર્થીઓની સામે ગુરૂ વિષય પર ભાષણ કરવાનો હતો. દેવાંશનું ભાષણ સવારે 9 વાગ્યાનું હતું. લગભગ સાડા આઠ વાગે તેને એટેક આવ્યો. સૂચના મળવા પર માતા પિતા રાજકોટ પહોંચ્યા. તેના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દરેક જણ આશ્ચર્ય ચકિત છે કે 15 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક કેવી રીતે આવ્યો.

દેવાંશે ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમ માટે ઘણી તૈયારી કરી હતી. આ કાર્યક્રમ પહેલા દેવાંશે પોતાના માતા પિતાને એક ફોટો પણ મોકલ્યો હતો અને પિતા સાથે વાતચીત કરી હતી. આ ફોટોને જોઇને તેના પિતાએ ઓલ ધ બેસ્ટ વિશ કર્યું હતું. દેવાંશના પિતા વેંકુભાઇ ધોરાજીમાં રહે છે. તેઓ પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમને દિકરો રાજકોટ જિલ્લાના ગોંડલમાં રિબડા પાસે સ્થિત ગુરૂકુળમાં રહીને અભ્યાસ કરતો હતો. દેવાંશ સાથે બનેલી આ ઘટનાના કારણે દરેક જણ વિચારમાં પડી ગયા છે. થોડા દિવસ પહેલા જ નવસારીની સ્કુલમાં 17 વર્ષની તનીષા ગાંધીનું મોત થયું હતું. તનીષા 12મા ધોરણમાં ભણતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp