નરોડા હત્યા કાંડઃ માયા કોડનાની-બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓ નિર્દોષ જાહેર

PC: navbharattimes.indiatimes.com

અમદાવાદની સ્પેશિયલ કોર્ટે  ગુજરાત રમખાણો સાથે જોડાયેલા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.. 21 વર્ષની લાંબી રાહ જોયા બાદ કોર્ટે ગુરુવારે સાંજે આ ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદા પહેલા તમામ આરોપીઓને કડક સુરક્ષા હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. 2002માં નરોડા ગામમાં હિંસામાં એક સમુદાયના 11 લોકોનો મોત થયા હતા. એ પછી ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી   સહિત 86 લોકો સામે ગુનો દાખલ થયો હતો. 13 વર્ષ લાંબી ચાલેલી આ ટ્રાયલમાં કેસમાં સામેલ 18 લોકોના મોત થયા હતા. વિશેષ અદાલતે ગુરુવારે તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા પછી બહાર આવેલા લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

આ મામલાની સુનાવણી 16 એપ્રિલે પૂરી થઈ હતી. આ દરમિયાન પીડિત પક્ષ તરફથી ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી સ્પેશિયલ કોર્ટના પ્રિન્સિપલ સેશન્સ જજ એસ કે બક્ષીએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને 20 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલમાં ફરિયાદ પક્ષે 182 સાક્ષીઓ રજૂ કર્યા હતા. રમખાણો અને હત્યા ઉપરાંત, 67 વર્ષના માયા કોડનાની પર નરોડા ગામ કેસમાં ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સપ્ટેમ્બર 2017માં કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર થયા હતા.

નરોડા ગામ હત્યા કેસની વાત કરીએ તો તમને ગોધરા કાંડની ઘટના યાદ હશે. 27 ફ્રેબુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાંપરત ફરી રહેલા કાર સેવકોને ગોધરા ખાતે પેટ્રોલ નાંખીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 28 ફ્રેબ્રુઆરીએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યા હતું અને સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા. આ તોફાનમાં અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં પૂર્વ મંત્રી માયા કોડનાની,જયદીપ પટેલ સહિત કુલ 86 લોકો સામે કેસ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp