અમદાવાદઃ પહેલા 190ની સ્પીડે BMW દોડાવીને ઇન્સ્ટા પર સ્ટોરી મુકી, પછી હિટ એન્ડ રન

ગુજરાતના અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. BMW  કાર ચલાવી રહેલા યુવકની લાપરવાહીને કારણે 4 લોકો ગંભીર રીતે ઇજા પામ્યા છે. પોલીસે કારની તપાસ કરી તો દારૂની બોટલ અને ભાજપનો ખેશ મળી આવ્યો હતો. રસ્તે ચાલતા લોકોને ઉડાવીને કાર ચાલક થોડે દુર કાર મુકીને ભાગી છુટ્યો હતો. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે અમીર બાપના બેટાએ હિટ એન્ડ રનની ઘટનાના 15 મિનિટ પહેલા BMW કારને 190ની સ્પીડે દોડાવીને પછી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો અપલોડ કર્યો હતો. એ પછી અમદાવાદના એસજી  હાઇવે પર રસ્તા પર ચાલી રહેલા 4 લોકોને ઉડાવી દીધા હતા. જેમાં એક દંપતિને ગંભીર ઇજા થઇ હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે BMW કારને સત્યમ શર્મા નામનો યુવક ચલાવી રહ્યો હતો. આજુબાજુના વિસ્તારના CCTV ફુટેજમાં ખબર પડી છે કે સત્યમ વધારે સ્પીડમાં કાર ચલાવતો હતો. સત્યમ શર્મા અમદાવાદના જાણીતા બિલ્ડર શ્રીકૃષ્ણ શર્માનો પુત્ર છે. પોલીસે BMW કારનો કબ્જે કરી છે.

અક્સમાતમાં ઇજા પામનાર દંપતિ

અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલ પાસે ગત 1 માર્ચે રાત્રે  હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્મા (ઉર્ફે ભોલુ) ફુલ સ્પીડે કાર ચલાવીને અમિત સિંઘલ અને તેમની પત્ની મેઘાબેનને અડફેટે લીધાં હતાં. આ બનાવવામાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટના માટે ઓવરસ્પીડીંગ અને દારૂના સેવનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં સત્યમ શર્માના પિતા શ્રીકૃષ્ણ શર્માએ કહ્યું કે મારો પુત્ર બે દિવસથી ઘરે આવ્યો જ નથી. સત્યમ શર્મા B.E સિવિલનો અભ્યાસ કરી રહ્યો છે. તે કોર્ટ જવાનું કહીને ઘરેથી નિકળ્યો પછી પાછો નથી આવ્યો.

સત્યમ શર્મા પૈસાદાર બાપનો વંઠેલ દીકરો છે. તેની પાસે અનેક કારનું કલેક્શન છે. સત્યમના પોતાની કાર પર સ્ટન્ટ કરતા વીડિયો પણ ફેસબુક પર અપલોડ કર્યા છે. BMW સિવાય તેની પાસે મહિન્દ્રાની SUV, ટોયોટા, હ્યુન્ડાઈ સહિત અનેક લક્ઝુરિયસ કારનું કલેક્શન છે.  તે ફાયરીંગ કરતો હોય તેવા ફોટા પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરતો રહે છે. 2016થી સત્યમ RSS સાથે જોડાયેલો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.