પાટણ: વ્યસન છોડાવવા ગયેલા યુવક સાથે નિર્દયતા, મોત થયું, ગુપ્તાંગ પર ડામ અપાયેલા

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા એક વ્યસન મૂક્તિ કેન્દ્રમાં પોતાની દારૂની લત છોડાવવા ગયેલા એક યુવાનને સ્ટાફે લાઠી દંડાથી બેરહેમીથી એટલી પિટાઇ કરી કે યુવાનનું મોત થઇ ગયું છે. પોલીસે CCTVને આધારે સંચાલક સહિત 7ની ધરપકડ કરી છે.

પાટણ જિલ્લામાં એક વ્યસન મૂક્તે કેન્દ્રમાં વ્યસન છોડવા ગયેલા યુવાનને જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો છે.વ્યસન મૂક્તિ કેન્દ્રમાં યુવાનની બર્બરતાથી  પિટાઇ કરવામાં આવી અને યુવાન આજીજી કરતો રહ્યો હતો, પરંતુ વ્યસન મૂક્તિ કેન્દ્રના સ્ટાફ કર્મચારીઓએ યુવાનની છેલ્લા શ્વાસ સુધી પિટાઇ કરી હતી. આખરે યુવાને દમ તોડી દીધો હતો.

જાણવા મળેલી વિગત મુજબ મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામના રહેવાસી હાર્દિક સુથારને 20 દિવસ પહેલા પાટણ જિલ્લાના સિદ્ધપુરના એક વ્યસન મૂક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો.વ્યસન મૂક્તિ કેન્દ્રના સ્ટાફે વ્યસન છોડાવવા માટે હાર્દિકને દંડા, લાઠીથી માર માર્યો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટ પર ઇજા થવાને કારણે મોત થયું હતું.

હાર્દિકના મામાની ફરિયાદને આધારે પોલીસે વ્યસન મૂક્તિ કેન્દ્રના સંચાલક સહિત 7 સામે હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. પોલીસે વ્યસન મૂકિત કેન્દ્રના સંચાલક સંદીપ પટેલ, જીતુ સાવલિયા, જેનિશ, ગૌરવ, મહેશ રાઠોડ, જયેશ ચૌધરી, નિતિન ચૌધરીને જેલ ભેગા કરી દીધા છે.

પોલીસે વ્યસન મૂક્તિ કેન્દ્રના CCTV તપાસ્યા તો યુવાન સાથે જ બર્બરતા કરવામાં આવી હતી તે જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી. હાર્દિકને સ્ટાફના 3-4 લોકોએ પકડી રાખ્યો હતો અને ઉલ્ટો કરીને બેરહેમીથી માર મારવામાં આવતો હતો. હાર્દિક કાલાવાલ કરતો હતો, પરંતુ સ્ટાફ દંડાવાળી કરતો અટક્યો નહોતો. પોલીસે કહ્યું કે, હાર્દિક સુથારને લગભગ દોઢ કલાક સુધી ટોર્ચર કરવામાં આવ્યો હતો. સ્ટાફના લોકો વારાફરતી પિટાઇ કરતા હતા. ઘટના સામે આવ્યા પછી રાજ્યમાં ચાલી રહેલા વ્યસન મૂક્તિ કેન્દ્રના વ્યવહાર પર સવાલ ઉભા થયા છે. શું વ્યસન મૂકિત કેન્દ્રમાં વ્યસન છોડાવવા માટે આવતા લોકો સાથે આવો જ વ્યવહાર થાય છે?

આ કેસના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે નશા મુક્તિ સારવાર કેન્દ્રમાં સારવાર લઇ રહેલા દર્દીઓના સાક્ષી તરીકે સ્ટેટમેન્ટ લેતા તેમનું કહેવું છે કે CCTV કેમેરા બંધ કરીને સળગાવેલા પ્લાસ્ટિકથી યુવકના ગુપ્તાંગના ભાગ  પર વાળ બાળીને ગુપ્તાંગ પર પ્લાસ્ટિકના ટીપા પાડી તેને ડામ આપવામાં આવ્યા હતા.

મોત પછી વ્યસન કેન્દ્રના સ્ટાફે હાર્દિકના પરિવારને ગુમરાહ કર્યો હતો અને કહ્યુ હતું કે હાર્દિકનું બ્લેડ પ્રેસર ઘટી જતા મોત થયું છે. પરંતુ, CCTVમાં આખો ભેદ ખુલી ગયો છે. હાર્દિકના પ્રાઇવેટ પાર્ટ પર માર મારવામાં આવી રહ્યો હોવાનું પણ CCTVમાં દેખાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp