
આપણામાંથી દરેક પોતાની સુવિધા માટે સરકારી મદદની આશા રાખે છે ઘણા બધા લોકો છે, જેમને સરકારી મદદ ન મળવા પર પોતાની કમર કસીને કોઇ કામને અંજામ આપ્યું હોય અને પ્રખ્યાત બની ગયા હોય. એવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વ્યક્તિ છે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કુશલ ભીલ, જેની તુલના ‘માઉન્ટેન મેન દશરથ માઝી’ સાથે થઇ રહી છે. કુશલ ભીલે સરકાર પાસેથી મદદ ન મળવા છતા પોતાના વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવાનું મન બનાવી લીધું અને એકલાએ જ 40 ફૂટનો કૂવો ખોદી નાખ્યો.
કુશલ ભીલ એકલા જ પથરાળ જમીન ખોદીને કૂવો બનાવવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ ખોદીને કુવો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વ્યક્તિ કુશલ ભીલ જ છે જે પોતાના ઘર સામે કૂવો ખોદી રહ્યો છે. કદોલી મોહાલી ગામના રહેવાસી કુશલ ભીલનું કહેવું છે કે, તે વરસાદ સુધી સતત એવી જ રીતે ખોદકામ કરતો રહેશે, જેથી વરસાદ થવા પર કૂવો તાજા પાણીથી છલોછલ ભરાઇ જાય અને પાણીની સમસ્યા સમાપ્ત થઇ જાય.
છોટાઉદેપુર જિલ્લાના દેહાતી વિસ્તારમાં પાણીની સમસ્યા ખૂબ મોટી છે. અહીં જળસ્તર ખૂબ નીચે જતું રહ્યું છે. જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં લોકોને પાણી સરળતાથી મળી શકતું નથી. જો કે, છોટાઉદેપુર શહેર એક સુંદર તળાવના કિનારે વસેલું છે, પરંતુ દેહાંતના ઘણા વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. દશરથ માઝી બિહારના ગયા જિલ્લાના રહેવાસી હતા. તેમના ગામથી શહેર જવાનો રસ્તો ખૂબ લાંબો હતો, જેના કારણે ગ્રામજનોને ખૂબ પરેશાની થતી હતી.
ગામ અને શહેર વચ્ચે માત્ર પર્વત હતો, જેમાં રોડ બનવા પર દૂરી થોડા કિલોમીટર જ રહી જાય છે. સરકારને વારંવાર વિનંતી કરવા છતા રોડ ન બન્યો તો મજૂરી કરનારા દશરથ માઝીએ પોતે જ પર્વત કાપવાની શરૂઆત કરી દીધી. તેઓ વર્ષો સુધી એકલાજ છીણી અને હથોડાથી પર્વત કાપતા રહ્યા અને આખરે ઘણા કિલોમીટર લાંબો રોડ બનાવી દીધો. આ કારણે તેમને ‘માઉન્ટેન મેન’ પણ કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp