કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, DySPના દીકરાની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવાનની લાશ મળવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના DySPનો દીકરો કેનેડામાં રહીને અભ્યાસ કરતો હતો. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચુકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલા કેનેડામાં ગૂમ થયો હતો. જેની લાશ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, મૂળ અમદાવાદનો અને હાલ કેનેડામાં અભ્યાસ કરતો હર્ષ પટેલ નામનો યુવક પણ 20 દિવસ પહેલા ગૂમ થયો હતો. બાદમાં જેની લાશ મળી આવી હતી. હર્ષ જે યુનિવર્સિટીમાં ભણતો હતો તે જ યોર્ક યુનિવર્સિટીમાં DySPનો દીકરો આયુષ ડાંખરા પણ ભણતો હતો.

મૂળ ભાવનગરના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા 12માં ધોરણ સુધી અહીં અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. આયુષ ગત 5 મેના રોજ ગૂમ થયો હતો. તેના મિત્રોએ આ અંગે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને તેની જાણ તેના પરિવારજનોને પણ કરી હતી. ગૂમ થયાના બીજા દિવસે આયુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મૃતકના આયુષના કાકા નારણભાઈએ જણાવ્યું હતું કે, આયુષના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે, તે હાલ 23 વર્ષનો હતો. તેના પિતા પાલનપુરમાં DySP તરીકે ફરજ બજાવે છે અને અમે બધા સિદસરમાં રહીએ છીએ. આયુષનો નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. આયુષે પણ ધો. 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો છે અને ત્યાંથી તે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા વધુ અભ્યાસ માટે ગયો હતો. ત્રણ વર્ષની કોલેજ બાદ તે માસ્ટર્સનું ભણી રહ્યો હતો અને છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી.

આયુષ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો અને 4-5 ગુજરાતી મિત્રો સાથે રહેતો હતો. આયુષ ગત 5મી તારીખે ઘરેથી નીકળ્યો હતો અને દોઢ દિવસ સુધી પાછો ઘરે ના આવતા તેના મિત્રોએ આયુષના પિતાને આ અંગે જાણ કરી હતી. આયુષના પિતા રમેશભાઈએ તેના ગૂમ થવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લખાવવાનું કહ્યું હતું આથી તેના મિત્રોએ આયુષના ગૂમ થવાની ફરિયાદ લખાવી હતી. પોલીસ ફરિયાદ કર્યાના 6-7 કલાકમાં જ પોલીસનો એક ડેડબોડી મળી હોવાનો ફોન આવ્યો હતો. તેના મિત્રો હોસ્પિટલમાં ડેડબોડીની ખરાઈ કરવા માટે પહોંચ્યા હતા અને તે લાશ આયુષની જ નીકળી હતી.

આયુષના મોતના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેમજ CCTV ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી તેના લોકેશન અંગે જાણકારી મેળવી શકાય. આયુષના કાકા નારણભાઈએ જણાવ્યું કે, આયુષ પોતાના રૂટિન મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. તેનો પરિવાર સુખી-સંપન્ન હોવાથી તે કેનેડામાં નોકરી કરતો ન હતો. દર 2-3 દિવસે ફેમિલી સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. આયુષ ભણવામાં હોંશિયાર અને મળતાવડા સ્વભાવનો હતો. તે હંમેશાં બધાને મદદ કરવા માટે તત્પર રહેતો હતો. કેનેડામાં વસતા ગુજરાતીઓ, અન્ય સંસ્થાઓ તેમજ આપણા મંત્રીઓની મદદથી કેનેડામાં ડેડબોડી મેળવવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ ગઈ અને ગુજરાત અને ભારત સરકારનો તેમા ખૂબ જ સપોર્ટ રહ્યો. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર આયુષની ડેડબોડી લાવવામાં આવશે.

એક મહિના પહેલા જ અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની લાશ પણ ટોરેન્ટોમાંથી મળી આવી હતી.  14 એપ્રિલ, 2023ના રોજ હર્ષ ઘરેથી ફ્રેન્ડને અસાઇન્મેન્ટ આપવાનું કહીને નીકળ્યો હતો અને ક્યારેય પાછો આવ્યો ન હતો અને રવિવારે તેની લાશ મળી આવી હતી પણ તેનો મોબાઈલ ફોન મળ્યો ન હતો. હર્ષના કાકાએ આ અંગે પોલીસને જાણ કરી હતી કે હર્ષનો મોબાઈલ ચાલુ છે પણ કોઈ રીસિવ નથી કરી રહ્યું. તો પોલીસે કહ્યું હતું કે, તમને ડેડબોડી મળી ગઈ હવે શું છે? ત્યારે અમે કહ્યું, અમારે બધા સવાલોના જવાબ જોઈએ કે તેની સાથે શું થયું હતું? તેનું મૃત્યુ કઈ રીતે થયુ? તો પોલીસે કહ્યું કે, સમય જશે, પણ અમે 100 ટકા તપાસ કરીશું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.