દેશમાં મુગલ સામ્રાજ્ય સ્થાપિત થવાની આશંકા વ્યક્ત કરતા ગુજરાત ભાજપના સાંસદ

PC: abplive.com

ધર્મ પરિવર્તનને લઈને ભાજપ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન વિવાદનું કારણ બની શકે છે. દેશમાં મુગલ સામ્રાજ્ય સ્થાપિત થવાની આશંકા આ રાજનેતાએ વ્યક્ત કરી છે. ધર્મ પરિવર્તન કરનારાઓને મનસુખ વસાવાએ આડેહાથ લીધા હતા. ધર્મ પરિવર્તન કરનારા આદિવાસીઓને અનુસુચિત જાતિની વાત કરવામાં આવી રહી. યાદીમાંથી દૂર કરવામાં આવે એની વાત કરી છે. સજાગ નહીં રહેવા પર હિન્દુ સમાજને લઘુમતીમાં મૂકશે આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. આદિવાસીઓને ભોળવી ધર્મ પરિવર્તન મુદ્દે ભાજપના સાંસદ વસાવાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે.

વસાવાએ કહ્યું કે, દેશને જે તોડનારા તત્ત્વો છે. એની સામે વાંધો છે. મને કોઈ ધર્મ સાથે વાંધો નથી પણ આપણા ધર્મ પર કોઈ પ્રહાર કરે, ધર્મ પરિવર્તનની વાત કરે, હું એવું કહું કે, કદાચ તમે મિત્રો બદલી, કોઈ ખોટું ન લગાડતા ઘરવાળી બદલી શકો, બદલી શકાય છે થાય છે આવું. સંસાર છે. મા-બાપને કોઈ બદલે છે?મા બાપએ મા બાપ છે. આપણા પૂર્વજો હિન્દુ ધર્મમાં જન્મીને આવ્યા હતા. હિન્દુ ધર્મમાં જ ઉછેર થયો છે. આપણે પણ હિન્દુ ધર્મમાં આવ્યા છીએ હિન્દુ ધર્મમાં ઉછેર થયો છે. મા બાપને જે બદલી નથી શકાતા એ રીતે ધર્મને ન બદલી શકાય. બધુ બદલાય પણ ધર્મને ન બદલાય. એટલે જ કહું છું ઈસાઈ ધર્મ છે. મુસ્લિમ વિદેશી ધર્મ છે. ઉછીને કોઈ લાવ્યું છે. લોકશાહી દેશમાં આ બધુ ચાલ્યા કરે છે. સ્વતંત્રતા છે જેને જે ધર્મ પાડવો હોય તે. પણ કોઈની અજ્ઞાનતાનો લાભ લઈને કોઈની મજબુરીનો લાભ લઈને એ જ ધર્મને તોડવાનું કામ થાય એને ધર્મ ન કહેવાય. ધર્મ ધર્મ પર પ્રહાર ન કરે ધર્મ બીજા ધર્મને તોડવાનું કામ ન કરે. ધર્મ હંમેશા જોડવાનું કામ કરે છે. અરે આપણે લઘુમતીમાં મૂકાઈ જઈશું.

ફરી આ અંગ્રેજો અથવા તો મુસ્લિમ દેશો આપણા પર રાજ કરી જશે. આવું કરે એ તો નાટક છે એમનું. મારો તો સીધો આક્ષેપ છે. હિન્દુ ધર્મને તોડવા પાછળ હિન્દુ ધર્મને મારનારઓ, ધર્મ પરિવર્તન કરાવનારા પાછળનું આ વિદેશી ષડયંત્ર છે. જે પહેલા તે સેવાના નામે આ દેશમાં આવ્યા. એવી રીતે તે પોતાના ધર્મનો ફેલાવો કરશે. પછી એના અનુયાયીઓને ઊભા કરીને દેશને ગુલામ બનાવવાનો આ એક પ્રકારનું સીધુ ષડયંત્ર છે. મને સમજાય છે. ઈસુ ભગવાનને નમન. પણ સોશિયલ મીડિયામાં લખનારા લોકોને પૂછું છું કે, તમે હિન્દુ દેવી દેવતાની ટિકા કરો છો. પયગંબરની ટીકા કરી છે. ઈસુ ભગવાનની ટીકા કરી છે. હું ઈસુને ભગવાન માનું છું. ઘણા સારા કામ કર્યા છે એને.એને કરેલા કામને બિરદાવું છું. એની ટીકા નથી કરતો. પણ હિન્દુના દેવી દેવતા પર ટીકા કરવાનો કોને અધિકાર છે ભાઈ? એના માટે અમે મૌન નથી રહેવાના. અમે તમારા ધર્મ પર ટીકા ટિપ્પણી નથી કરતા તો અમારા આરાધ્ય દેવ પર ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. વિદેશીઓના ફંડથી તમે કાર્ય કરો છો. વિદેશથી ફંડ આવે છે અને આ દેશના ભાગલા કરવા માટે એક વિદેશી શક્તિ જબરદસ્ત કામ કરે છે.

જે રીતે વડાપ્રધાન મોદી જે દ્રષ્ટિકોણથી કામ કરી રહ્યા છે. એ દુનિયામાં પ્રસ્થાપિત થયા છે. વડાપ્રધાન મોદી જે રીતે કામ કરે છે એ મુસ્લિમ દેશ હોય કે ઈસાઈ દેશ હોય એને આ ગમતું નથી. વિદેશી શાસકોને ગમતું નથી. આ દેશને તોડવા માટેના પ્રયોગ થઈ રહ્યા છે. આવા લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે આનાથી સાવધાન રહેવાની જરૂર છે. મારા ઘર પર કોઈ હુમલો કરે મારૂ ઘર કોઈ લૂંટી લે. તો શું મારે બેસી રહેવાનું? હિન્દુ ધર્મને કોઈ તોડવાનો પ્રયાસ કરે તો હિન્દુ ધર્મના રક્ષણ માટે બલિદાન દેવાની જરૂર પડે તો આ મનસુખ વસાવા પહેલું બલિદાન આપશે. સત્તા માટે નથી આવ્યો. હું ધર્મ માટે કામ કરૂ છું. આપના અને આદિવાસી માટે કામ કરૂ છું. મોદી સત્તા પર કામ નથી કરતા. અહીં કોઈ મુસ્લિમ થઈ જશે, કોઈ બૌદ્ધ થઈ જશે કોઈ ઈસાઈ થઈ જશે. તો આ દેશમાં હિન્દુઓનું શું થશે?

હું ધર્મનો ઠેકેદાર નથી. પણ હિન્દુ ધર્મને સમજું છું. પાલન કરૂ છું એનું. સીધી રીતે ન માનતા હોય, ધર્મને તોડનાર, ધર્મ પરિવર્તન કરીને બીજા અન્ય ધર્મ સ્વીકારનાર માટે કાયદો બનાવો. જે આદિવાસી છે એ હિન્દુ ધર્મમાં જન્મયો છે. જે ધર્મ છોડીને જાય એને આદિવાસ હક બંધ થઈ જવા જોઈએ. સમયની માંગે કાયદો પણ આવ્યો. આવુંને આવું ચાલ્યું તો અમારા જેવી વિચારધારા ધરાવતા લોકો બેસી નથી રહેવાના. આના માટે બધાયે સજાગ રહેવું પડશે. તમારા ધર્મને સલામ. પણ તમારો ધર્મ અમારા ધર્મને તોડવાનું કામ કરે તો બેસી રહેવાનુ? સાચો હિન્દુ બેસી રહેવાનો છે? આવા તત્ત્વો સામે કાયદો બનવો જોઈએ. ધર્મપરિવર્તન કરનારા માટે કાયદો બનવો જોઈએ. અહીં કોઈ બૌદ્ધ મઠ સ્થાપી દેશે. અભ્યાસ કરીને બોલું છું. ફેંકાફેકી નથી કરતો. સજાગ રહેવાનું છે. અન્યથા મોગલ સામ્રાજ્ય સ્થાપિત થઈ જશે. ઈસાઈ લોકોનું શાસન આવશે. અંગ્રેજ રાજ ફરી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp