ગુજરાતના યુવકનું અમેરિકામાં દર્દનાક મોત, રોડ ક્રોસ કરતી વખતે 14 ગાડી ફરી વળી

ગુજરાતના એક યુવકનું અમેરિકામાં એવું દર્દનાક મોત થયું છે કે ઘટના વાંચીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે, ભગવાન કોઇને આવું મોત ન આપે.ગુજરાતના પાટણમાં રહેતો  એક યુવક અમેરિકા ટુરિસ્ટ વિઝા પર ફરવા ગયો હતો. માતા-પિતા સાથે અમેરિકાથી ફોન પર વાત કરી, ફોન પત્યા પછી રોડ ક્રોસ કરવા ગયો તો એક પછી એક એમ 14 વાહનો તેની પર ફરી વળ્યા હતા અને શરીરનો એવો ખુરદો બોલી ગયો કે શબને વતન પણ મોકલી શકાય તેવી હાલત નહોતી રહી. કેવું કમનસીબ મોત.

ગુજરાતના પાટણમાં રહેતા અને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો દીકરો દર્શિલ  એપ્રિલમાં  ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો. તે 26 સપ્ટેમ્બર પાછો પાટણ આવવાનો હતો.

જાણવા મળેલી વિગત મુજબ દર્શિલ 31  જુલાઇએ અમેરિકાના ટેક્સસામાં વોકિંગ માટે નિકળ્યો હતો. ચાલતા ચાલતા તેણે પોતાના માતા-પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી અને દર્શિલે કહ્યું કે પપ્પા, અમેરિકામાં તો બહુ મજા આવે છે. હું પાછો આવું એટલે મમ્મી, ભાઇ, તમે આપણે બધા ફરી અમેરિકા ફરવા માટે આવીશું. દર્શિલ જ્યારે વાતચીત કરી રહ્યો હતો ત્યારે ટ્રાફીકનું સિગ્નલ બંધ હતું, તેને એમ ચાલ સિગ્નલ બંધ છે તો રોડ ક્રોસ કરી લઉં, પરંતુ તેનું કમનસીબ જુઓ, જેવો તે રોડ ક્રોસ કરવા આગળ વધ્યો અને સિગ્નલ ચાલું થઇ ગયું. સિગ્નલ ચાલું થતા કારો ચિત્તાની ઝડપે નિકળી અને એક એક પછી એક 14 કારોએ દર્શિલને કચડી નાંખ્યો. કાળજું કંપાવનારી આ ઘટના લખતા હાથ પણ ધ્રુજી જાય છે તો તેના માતા-પિતાની શું હાલત થઇ હશે?

તમે વિચારો કે રોકેટ ગતિએ નિકળેલા 14 વાહનો દર્શિલના શરીર પર ફરી વળ્યા હશે તો તેની બોડીના પાર્ટ તો વેરણછેરણ થઇ ગયા હશે. દર્શિલ થોડી દુર સુધી ઢસડાઇ પણ ગયો હતો.

દર્શિલના પરિવારજનોએ મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ અમેરિકાના તબીબોએ કહ્યું કે, સોરી, દર્શિલનો મૃતદેહ ભારત મોકલી શકાય તેવી હાલતમાં રહ્યો નથી, અમેરિકામાં જ અંતિમ સંસ્કાર કરવા પડશે. અમેરિકામાં રવિવારે દર્શિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દર્શિલના પિતા રમેશભાઇ ઠક્કરે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, મારા અને મારા બનેં દીકરાઓના 10 વર્ષના વિઝિટર વિઝા આવ્યા હતા અને અમે ત્રણેય સાથે અમેરિકા જવાના હતા, પરંતુ કોરાના આવી જવાને કારણે અમે અમેરિકા જવાનો પ્લાન પડતો મુક્યો હતો. તે પછી 26 એપ્રિલ 2023ના દિવસે દર્શિલ એકલો અમેરિકા ગયો હતો.

પિતાએ કહ્યું કે, મારા દીકરા દર્શિલનો વીડિયો કોલ આવ્યો હતો અને તેણે કહ્યું કે, પપ્પા, અહીં મજા આવે છે, એ પછી ફોન કટ થઇ ગયો. અમને ચિંતા થઇ કે ફોન કટ કેમ થઇ ગયો? એ પછી મારા દીકરા રિંકુજે દર્શીલને ફોન કર્યો, પરંતુ બીજા કોઇ વ્યકિતએ ઉપાડ્યો અને તેણે ક્હયું કે, જેનો ફોન છે તેનો અકસ્માત થયો છે. એ પછી અમે દર્શિલના અમેરિકામાં રહેતા મિત્ર ભાવિનને ફોન કર્યો અને ભાવિને ઘટના સ્થળે જઇને માહિતી આપી કે દર્શિલ આ દુનિયામાં નથી રહ્યો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.