ગુજરાતના આ ગામના તળાવમાં હજારો માછલીઓના મોતથી ખળભળાટ

PC: divyabhaskar.co.in

ઉત્તર ગુજરાતમાં આવેલા એક ગામના તળાવમાં સેંકડો માછલીઓના મોત થવાને કારણે ચકચાર મચી જવા પામી છે. જો કે માછલીઓનું મોત શેને કારણે થયું છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ  બે મહિના પહેલા આ જ જિલ્લાના અન્ય એક ગામના તળાવમાં પણ માછલીઓના મોટી સંખ્યામાં મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. આ પહેલાં પણ ગુજરાતના તળાવો પાસે માછલીઓના મોતની ઘટના સામે આવતી રહી છે. કેટલીક વખત પાણીમાં કેમીકલ ભળવાને કારણે માછલીઓના મોત થતા હોવાની વાત સામે આવતી રહી છે.

ઉત્તર ગુજરાતના કડી તાલુકામાં આવેલી પીરોજપુર ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. માછલીઓનાં મોતના સમાચાર સામે આવતા ગામના લોકો તળાવ પાસે એકઠાં થયા હતા અને સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં કડી તાલુકાના બોરીસણા ગામે પણ બે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના સામે આવી હતી.

પિરોજપુર ગામના લોકોએ કહ્યુ હતું કે, કડીમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ પડ્યો હતો અને અનેક નાની મોટી ઘટનાઓ બની હતી. ગામના લોકો જ્યારે તળાવ પાસે પહોંચ્યા ત્યારે અસંખ્ય માછલીઓને તરતી જોઇને ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. ગામના સરપંચ મહેન્દ્ર ભાઇ, તલાટી અને આરોગ્ય વિભાગને માછલીઓનાં મોત વિશે જાણકારી આપવામાં આવી છે.

ગામના લોકોએ જાણ કરી ત્યારે તલાટી અને સરપંચ તળાવ પાસે દોડી આવ્યા હતા અને મૃતક માછલીઓને બહાર કાઢીને નજીક ખાડામાં દાટી દેવામાં આવી હતી. જો કે કયા કારણોસર માછલીઓનાં મોત થયા છે, તેની જાણકારી મળી શકી નથી.

પીરોજપુર ગામના સરપંચ મહેન્દ્રભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદી પાણીમાં કેમિકલ યુક્ત પાણી અમારા ગામના તળાવમાં આવ્યું હોવાથી માછલીઓનાં મોત થયા હોવાની શંકા છે. તળાવની બાજુમાં જ એક મોટો ખાડો ખોદીન માછલીઓને દાટી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ તળાવ પર આવી પહોંચ્યો હતો અને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામના તલાટીએ પત્ર લખીને કડી તાલુકા પંચાયતના ટીડીઓને માહિતગાર કર્યા છે.

આ અગાઉ લગભગ પાંચેક વર્ષ પહેલાં ભરૂચના માતરમાં પણ મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp