દીકરીના પહેલા પીરિયડ્સ પર પિતાએ આપી પાર્ટી, જુઓ તસવીરો

PC: news18.com

ઉત્તરાખંડના હલ્દ્વાનીના ઉધમ સિંહ નગરમાં એક નોખી ઉજવણી કરવામાં આવી છે. જેની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે. એક પિતાએ તેની દીકરાના પહેલા પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ થવાના અવસરે સેલિબ્રેશન કર્યું. જણાવીએ કે દક્ષિણ ભારતમાં આનું ચલણ પહેલેથી જ છે. પણ નોર્થ ઈન્ડિયામાં આવો પહેલો કિસ્સો છે. દીકરીના પિતા જિતેન્દ્ર ભટ્ટની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે.

પહેલાના જમાનામાં માસિક ધર્મને લઈ કોઈપણ રીતની વાત થતી નહોતી. પીરિયડ્સના સમયે યુવતીઓ પર ઘણાં પ્રતિબંધો લગાવી દેવામાં આવતા હતા. પણ હવે સમય બદલાઈ ગયો છે. 21મી સદીમાં પહેલા કરતા આ વિષય પર લોકો ખુલીને વાત કરવા લાગ્યા છે. ઉત્તરાખંડના કાશીપુરમાં એક નવી પહેલ શરૂ થઇ છે.

કાશીપુરના જીતેન્દ્ર ભટ્ટે તેની દીકરીના પહેલા પીરિયડ્સ પર જોરદાર સેલિબ્રેશન કર્યું. સંગીતના ટીચર જીતેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે, જ્યારે તે નાના હતા ત્યારે તેમને આ વાતની વધારે જાણકારી નહોતી. જ્યારે આ વિશે તેમને જાણ થઇ તો, તેમના ધ્યાનમાં આવ્યું કે માસિક ધર્મ સમયે મહિલાઓને હીન ભાવનાથી જોવામાં આવતી હતી. તે સમયમાં મહિલાઓને રસોડામાં પ્રવેશ નહોતો. હવે જ્યારે તેમની દીકરીને પહેલીવાર પીરિયડ્સ આવ્યા તો તેમણે આ બધી ભ્રાંતિઓને દૂર કરવા માટે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો. કારણ કે આ કોઈ બીમારી નથી. બલ્કે ખુશીનો દિવસ છે.

સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે આ એક સારી પહેલ છે. આ મહિલાઓ માટે ગર્વની વાત છે. કારણ કે જ્યારે પીરિયડ્સની શરૂઆત થાય છે ત્યારે મહિલાઓને હિન ભાવનાથી જોવામાં આવે છે. આ જૂની ભ્રાંતિથી લોકોને છૂટકારો મળશે અને લોકોની વિચારધારા બદલાશે.

ડૉ. નવપ્રીત કોરનું આ મુદ્દે કહેવું છે કે, આ સારી પહેલ છે. કારણ કે જે રીતે લોકો માસિક ધર્મને છૂતઅછૂત ગણે છે તે ખોટી વાત છે. જ્યારે મહિલા આ સમયમાંથી પસાર થાય છે, ત્યારે તેની અંદરથી કોઈ ગંદગી નથી નીકળતી બલ્કે યૂટ્રસની અંદરનું એક લેયર સેટ થાય છે. જેને કારણે બ્લિડિંગ થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. આ કોઈ બીમારી નથી. માસિક સમયે રોજ ન્હાવુ જોઇએ, રોજ પૂજા કરો અને મંદિર જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp