56 વર્ષના પુરુષને દિલ દઈ બેઠો 19 વર્ષનો છોકરો, જાણો સ્ટોરી

એક યુવા એથ્લીટને તેનાથી 37 વર્ષ મોટા પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે. તે પોતાના ગે સંબંધને છૂપાવવા માટે લોકોને જૂઠ્ઠુ બોલ્યા કરતો હતો. વર્ષો સુધી પોતાના બોયફ્રેન્ડને કાકા તરીકે જણાવતો હતો. હજુ પણ અજાણ્યા લોકો તે કપલને પિતા-પુત્ર તરીકે સમજે છે. આ યુવા હોકી પ્લેયરનું નામ યાના પુહક્કા છે. જૂન 2014માં 19 વર્ષની ઉંમરમાં પુહક્કા 56 વર્ષના રોલ્ફ નોર્ડમોને મળ્યો હતો. તે સમયે પુહક્કા એક પ્રોફેશનલ એથ્લીટ હતો.

તે ક્યુબેક મેજર જુનિયર હોકી લીગમાં રમતો હતો. તે સમયે તેણે પોતાના સંબંધ અંગે ફેમિલી, મિત્રો તથા ટીમ મેટ્સને કંઈ જણાવ્યું ન હતું. સાઉથ વેસ્ટ ન્યુઝ સર્વિસ સાથે વાતચીતમાં 27 વર્ષના પુહક્કાએ કહ્યું છે કે- હું ઘણો ડરેલો હતો અને હું નહોંતો ઈચ્છતો કે લોકોને મારી સેક્સુઆલિટી અંગે ખબર પડે. મને આ વાતનો ડર હતો કે ખબર નહીં લોકો મારા વિશે શું વિચારશે. પુહક્કા અનો નોર્ડમોએ યુરોપમાં સાથે વેકેશન મનાવ્યું હતું. તે પછી બંનેને અહેસાસ થઈ ગયો કે તેઓને એકબીજા માટે ગાઢ ફિલીંગ છે.

 

હવે 64 વર્ષના થઈ ચૂકેલા નોર્ડમોએ કહ્યું છે કે- મારી અંદર એવી ફિલીંગ્સ હતી જેને પહેલા મેં અનુભવી ન હતી. પરંતુ તે વખતે મને એજ ગેપના કારણે લાગતું હતું કે અમારો સંબંધ નહીં ચાલે. પુહક્કાએ પણ માન્યું હતું કે તેને નોર્ડમો સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ આ અંગે તે કોઈને બતાવવા ઈચ્છતો ન હતો. વેકેશન પછી હોકીની આગામી સીઝનની તૈયારી માટે પુહક્કા કેનેડા પાછો જતો રહ્યો હતો પરંતુ થોડા સમયમાં જ નોર્ડમો તેને મળવા માટે આવી પહોંચ્યા હતા. પુહક્કા ફિનલેન્ડનો રહેનારો છે. પરંતુ તે કેનેડામાં તેના પરિવારની સાથે રહે છે અને પુહક્કાએ લોકોને ખોટું કહ્યું હતું કે નોર્ડમો તેના અંકલ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Janne Puhakka (@jannepuhakka)

પુહક્કાએ પછીથી તેના પરિવારને તેના સંબંધ અંગે જાણ કરી દીધી હતી. તેની ફેમિલીને તેના આ નિર્ણયથી કોઈ પ્રોબ્લેમ ન હતો. પરંતુ પુહક્કા હજુ પણ પોતાના મિત્રો અને ટીમ મેટ્સને આ અંગે જણાવવા ઈચ્છતો ન હતો. બીજી તરફ નોર્ડમો 40 વર્ષની ઉંમર સુધી પરણિત હતો. 17 વર્ષ સુધી તે એક મહિલા સાથે સંબંધમાં હતો. તેના ત્રણ બાળકો પણ છે. જોકે 2019માં બંનેએ પોતાના સંબંધ અંગે જાહેરાત કરી દીધી હતી. જેના પછી તેણે આઈસ હોકીને અલવિદા કહી દીધું હતું અને પોતાના પાર્ટનર સાથે યુરોપ મૂવ થઈ ગયો હતો. તેઓ બંને છેલ્લા ત્રણ વર્ષથી ફિનલેન્ડના હેલસિંકીમાં રહે છે. અજાણ્યા લોકો તેમને પિતા-પુત્ર સમજે છે. તો કેટલાંક લોકોનું કહેવું છે કે નોર્ડમોની અમીરી જોઈને પુહક્કાએ તેને ફસાવ્યો છે. નોર્ડમો પશુચિકિત્સક છે.જ્યારે પુહક્કા પાસે પોતાની જોબ છે અને સારું કમાઈ છે.     

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.