'હું પાગલ થઈ ગઈ છું...' 23 વર્ષની છોકરી 74 વર્ષની મહિલા સાથે કરી બેઠી પ્રેમ!

કહેવાય છે કે પ્રેમ નથી જોતો કોઈ રંગ-રૂપ, નથી જોતો કોઈ ઉંમર બસ આ વાક્યને ચરિતાર્થ કરતી એક લવ સ્ટોરી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. અને આ સ્ટોરી છે એક 23 વર્ષની છોકરી તેમજ 74 વર્ષની વૃદ્ધાની. જી હાં 23 વર્ષની છોકરી 74 વર્ષની વૃદ્ધાને પોતાનું દિલ આપી બેઠી છે. બંનેની લવ સ્ટોરી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ઉંમરના તફાવત અને સમલૈંગિક હોવાના કારણે આ કપલે ટીકાઓનો શિકાર પણ થવું પડી રહ્યું છે. જો કે, 23 વર્ષની કાયલા.Nએ કહ્યું કે તેમને ટ્રોલ કરતા લોકોથી ફરક નથી પડતો.

23 વર્ષની કાયલાએ ટિકટોક વીડિયોમાં, પોતાની પાર્ટનર વિશે વાત કરી હતી. જો કે, વીડિયોમાં તેણે પોતાની 74 વર્ષીય પાર્ટનરના નામનો ખુલાસો નથી કર્યો. વાયરલ વીડિયોમાં બંને લોકો એક તળાવની સામે એકબીજાને જોઈને હસી રહ્યા છે. કાયલાનું માથું પાર્ટનરના ખભા પર છે અને એકબીજાનો હાથ પકડી રાખ્યો છે.

કાયલાના આ વીડિયોને જોઈને ઘણા લોકોએ તેમને પ્રોત્સાહિત પણ કર્યા તો કેટલાક લોકો એવા પણ હતા જેમણે બંનેના સંબંધોની ટીકા કરી. એક વ્યક્તિએ લખ્યું, 'છોકરીએ નિવૃત્તિની તૈયારી કરી લીધી છે.' જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું કે, છોકરીને વૃદ્ધાના પૈસા સાથે પ્રેમ છે.

જો કે, ઘણા યુઝર્સ એવા પણ હતા જેમણે કપલના સંબંધોની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું કે, પ્યાર તો પ્યાર હોતા હે. જ્યારે, અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'નકારાત્મક ટિપ્પણીઓ નહીં કરવી જોઈએ, મેં 37 વર્ષ મોટી મહિલાને ડેટ કરી હતી, ઉંમર તો માત્ર એક નંબર છે.'

ફેમસ ટ્રેક પર બનાવ્યો વીડિયો

કાયલાનો જે વીડિયો વાયરલ થયો છે, તેના બેકગ્રાઉન્ડમાં ગીત 'બ્લી ડીંગ લવ' સંભળાઈ રહ્યું છે. જેને સિંગર લિયોના લુઇસે ગાયું છે. ગીતની લાઈનો કઇંક આ રીતે છે, 'અમારી ચારેય તરફ હાજર લોકો મને એવી રીતે જોઈ રહ્યા છે જાણે હું પાગલ થઈ ગઈ હોઉં...' વીડિયોના આગળના ભાગમાં, કાયલા કૅમેરો ફેરવીને પોતાના પાર્ટનર તરફ કરી દે છે, પછી તે જ ગીતનો આગળનો ભાગ, જે કંઈ એવો છે કે 'મને ફરક નથી પડતો કે તેઓ શું કહે છે, પર મને તારી સાથે પ્રેમ છે' ( I don't care what they say. I'm in love with you) ગીતની આ કડી સંભળાઈ રહી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.