દુનિયામાં આજે પણ 5 કરોડ લોકો છે ગુલામ, 2.2 કરોડ તો લગ્ન કરીને ગુલામીમાં છે
સમગ્ર દુનિયામાં હવે 200 કરતા વધુ સ્વતંત્ર દેશ છે. પરંતુ, શું તમે જાણો છો કે ઘણા દેશ એવા છે, જ્યાં લોકો આજે પણ આઝાદી માટે તરસી રહ્યા છે. એ દેશોમાં લોકો પર હુકૂમતે અથવા કટ્ટરપંથી સંગઠનોએ અનેક પાબંધીઓ થોપી છે. એક નવા રિપોર્ટ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષોમાં આધુનિક ગુલામીમાં રહેનારા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. ઉત્તર કોરિયા, ઇરીટ્રિયા અને મોરિટાનિયામાં આધુનિક ગુલામીનું પ્રચલન સૌથી વધુ છે. લંડનમાં બુધવાર (24 મે)ની એક સ્ટડીમાં એ સામે આવ્યું છે કે, હાલના વર્ષોમાં આધુનિક ગુલામીના શિકાર લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. વોક ફ્રી ફાઉન્ડેશન નામના એક માનવાધિકાર સંગઠને આધુનિક ગુલામીનો ઇન્ડેક્સ જાહેર કર્યો હતો.
વોક ફ્રી દ્વારા જાહેર ગ્લોબલ સ્લેવરી ઇન્ડેક્સ અનુસાર, 2021માં આશરે 5 કરોડ લોકો આધુનિક ગુલામીમાં રહી રહ્યા હતા. પાંચ વર્ષ પહેલાના છેલ્લાં અનુમાનથી આ આંકડામાં હવે એવા 1 કરોડ લોકોના વધી જવાનું અનુમાન છે. તાજા સૂચકાંક અનુસાર, ઉત્તર કોરિયા, ઇરીટ્રિયા અને મોરિટાનિયામાં દુનિયામાં આધુનિક ગુલામીનો દર સૌથી વધુ છે.
વોક ફ્રીના રિપોર્ટે 5 વર્ષ પહેલા પોતાના છેલ્લાં સર્વેક્ષણ બાદથી વૈશ્વિક સ્તર પર બગડતી સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. થોડાં વર્ષો પહેલા યૂનાઇટેડ નેશન્સે, આફ્રિકી દેશ લીબિયામાં યાતના અને યૌન ગુલામીના પુરાવા મળ્યા હતા. આ પ્રકારની ગુલામીના ઘણા કારણ છે પરંતુ, અન્ય કારકોની વચ્ચે વધતા અને જટિલ સશસ્ત્ર સંઘર્ષો, પર્યાવરણીય મુદ્દા અને કોરોના મહામારીના વ્યાપક પ્રભાવની પૃષ્ઠભૂમિમાં આ સ્થિતિ બદતર થતી જઈ રહી છે.
આધુનિક ગુલામી શું છે?
આધુનિક ગુલામીને વોક ફ્રી માનવાધિકાર સંગઠન જબરદસ્તી શ્રમ, દેવુ આપીને ચંગુલમાં ફસાવા, જબરદસ્તી વિવાહ અને ગુલામી જેવી પ્રથાઓ અને માનવ તસ્કરી સહિત વિશિષ્ટ કાયદાકીય અવધારણાઓના રૂપમાં વર્ણિત કરે છે. વોક ફ્રી અનુસાર, આધુનિક ગુલામી પ્રત્યક્ષ રૂપથી છૂપાયેલી હોય છે અને દુનિયાના દરેક ખૂણામાં લોકોના જીવન સાથે જોડાયેલી હોય છે. જેમા દરરોજ, લોકોને મજબૂર કરવામાં આવે છે, અથવા શોષણકારી સ્થિતિઓમાં એ રીતે મજબૂર કરવામાં આવે છે જેને તેઓ નકારી કે છોડી નથી શકતા.
સંશોધન રિપોર્ટ અનુસાર, આધુનિક ગુલામીમા 2.76 કરોડ લોકો જબરદસ્તી શ્રમ કરે છે, જ્યારે 2.2 કરોડ લોકો જબરદસ્તી લગ્નનો શિકાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા (પ્રતિ 1000 લોકોમાંથી 104.6 લોકો), ઇરિટ્રિયા (90.3) અને મોરિટાનિયા (32)માં આધુનિક ગુલામીનો શિકાર લોકોની સંખ્યા સૌથી વધુ છે. આ દેશો ઉપરાંત, સાઉદી અરબ, તુર્કીય, યુએઈ અને કુવૈત પણ ટોપ-10 દેશોમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ દેશ પોતાની કેટલીક રાજકીય, સામાજિક અને આર્થિક વિશેષતાઓને પણ શેર કરે છે, જેમા નાગરિક સ્વતંત્રતા અને માનવાધિકારો માટે સીમિત સુરક્ષા સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા દેશોમાં સરકારો પોતાના નાગરિકોને વિવિધ ક્ષેત્રોમાં, પ્રાઇવેટ જેલોમાં અથવા જબરદસ્તી ભરતીના માધ્યમથી કામ કરવા માટે મજબૂર કરે છે. આ ઉપરાંત, ઘણા લોકો એવા પણ છે જેમનું G-20 દેશોમાં પણ શોષણ થાય છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 1.1 કરોડ, ચીનમાં 50 લાખ અને રશિયામાં 18 લાખ લોકો શોષિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp