6 વર્ષના બાળકનું ટાઇમ ટેબલ જોઈને લોકો બોલ્યા- ‘જિંદગી હોય તો આવી’

PC: twitter.com/Laiiiibaaaa

શાળાથી જ આપણને ટાઇમ ટેબલ અને રૂટિનથી ચાલવાનું શીખવવામાં અવે છે. ટાઇમ ટેબલમાં આખા દિવસની જરૂરી એક્ટિવિટીનો ઉલ્લેખ થાય છે, જેને આખા દિવસમાં અંજામ આપવામાં આવે છે. અલગ અલગ લોકો પોતાની જરૂરિયાતોના હિસાબે ટાઇમ ટેબલ બનાવે છે. કોઈ વિદ્યાર્થીના ટાઇમ ટેબલમાં વાંચવા માટે આપવામાં આવતા કલાક વધારે હોય છે, તો કોઈના કામકાજી વ્યક્તિનું ટાઇમ ટેબલ તેની જરિયાતોના હિસાબે અલગ હોય છે.

હાલના દિવસોમાં 6 વર્ષના બાળકના ટાઇમ ટેબલની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અલગ-અલગ કામ માટે કલાક ફાળવવામાં આવ્યા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં એક 6 વર્ષના છોકરાએ પોતાના ટાઇમ ટેબલને ખૂબ જ કસ્ટમાઈઝ કર્યું છે. જેમાં ન માત્ર જાગવા અને નાસ્તાનો સમય છે, પરંતુ લડાઈનો સમય પણ સામેલ છે. છોકરાએ અભ્યાસ માટે માત્ર 15 મિનિટ પોતાના ટાઇમ ટેબલમાં આપી છે. જ્યારે તેણે રમવા, દાદા-દાદી સાથે કેરી ખાવા અને અન્ય બધી મજેદાર વસ્તુઓ માટે કલાકનો સમય નક્કી કર્યો છે.

સૌથી મહત્ત્વનું તેણે ફાઇટિંગ ટાઇમ પણ નક્કી કર્યો છે. લાઈબા નામના યુઝર તરફથી શેર કરવામાં આવેલા આ ટાઇમ ટેબલની ખૂબ ચર્ચા થઈ રહી છે. મારા  વર્ષના પિતરાઇ ભાઈએ આ ટાઇમ ટેબલ બનાવ્યું છે.. બસ 15 મિનિટનો અભ્યાસનો સમય. જિંદગી તું જીવી રહ્યો છે મોહિદ.’ લાઈબાએ પોતાની પોસ્ટ નીચે કમેન્ટમાં લખ્યું કે, ‘ ફાઇટિંગ ટાઇમમાં આપણે પોતાને અને ઘરને 3 કલાક સુધી હુમલાથી બચાવી રાખવાના છે. મેગા ટાઇમ તે મારા અબ્બા સાથે કેરી ખાય છે. રેડ કાર તેની પસંદગીનું રમકડું છે. વસ્તુ ટાઇમ મૂળ રૂપે જ્યુસ ટાઇમ છે.

શેર કર્યા બાદ પોસ્ટને 1.3 મિલિયન વખત જોવામાં આવી છે. પોસ્ટ પર 17.8 હજાર લાઇક અને ઘણી બધી કમેન્ટ્સ આવી ગઈ છે. પોસ્ટ પર એક યુઝરે ટિપ્પણી કરી કે, ‘હું પોતાના દીકરાને દેખાડવા જઈ રહ્યો છું, તે તેને ફોલો કરીને ખૂબ ખુશ થશે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સમયને ભોજનની એક ઇવેન્ટની જેમ લાગે છે. ત્રીજા એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, ‘12 કલાકના સારા શાનદાર ટાઇમ ટેબલ બાદ 12 કલાકની ઊંઘ. મને પણ પોતાની જિંદગીમાં આ જ જોઈએ છે.’એક યુઝરે લખ્યું કે, ‘જિંદગી તો આ છોકરો જીવી રહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, બાળક તો અભ્યાસ ઓછો અને લડાઈ વધારે કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp