Video: 68 વર્ષની મહિલા સાડી પહેરી ચઢ્યા પહાડી પર, ઉપર પહોંચતા જ લોકોએ સીટી વગાડી

PC: latestly.com

મહારાષ્ટ્રમાં એક કિલ્લાની ઉપર ઊભો ટ્રેક પૂરો કર્યા પછી એક 68 વર્ષીય મહિલાની ખૂબ પ્રશંસા થઇ. તેનો એક વીડિયો ટ્વીટર પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા નાસિકના હરિહર કિલ્લાને દાદરો દ્વારા ચઢી રહ્યા છે. કિલ્લા સુધી પહોંચવા માટે ખૂબ જ પાતળો રસ્તો બનાવવામાં આવ્યો છે. ઘણાં સ્થળો પર તેની ચઢાઈ 80 ડિગ્રી કરતા પણ વધારે છે. ઊભી રીતે ચઢાઇ કરવી પેશેવરો માટે પણ પડકારજનક રહે છે. પણ 68 વર્ષીય મહિલાએ આ પડકારનો સામનો કર્યો અને તેને પૂરી કરી. ઉપર પહોંચ્યા પછી તેઓ હસ્યા અને લોકોએ તેમના માટે તાળીઓ અને સીટીઓ વગાડી.

વીડિયોમાં જોઇ શકાય છે કે 68 વર્ષીય મહિલાએ સાડી પહેરી છે. સાડીમાં કિલ્લો ચઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ તેમને જોઇ ખૂબ જ સરળ લાગી રહ્યું હતું. જેવા તે કિલ્લાની અંદર પહોંચ્યા તો લોકો તાળીઓ અને સીટી મારવા લાગ્યા. ત્યાં મોજૂદ લોકોએ તેમનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કર્યું. ઘણાં લોકોએ વીડિયો રેકોર્ડ કર્યો, જેને ટ્વીટર પર શેર કરવામાં આવી રહ્ય છે.

વીડિયોને મહારાષ્ટ્ર સૂચના કેન્દ્રના ઉપ નિદેશક દયાનંદ કાંબલેએ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો. તેમણે ક્લિપ શેર કરતા લખ્યું, જ્યાં ચાહ ત્યાં રાહ...આ 68 વર્ષના આજીને જુઓ... તેમને સલામ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ખાસ્સો ચર્ચામાં છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 હજારથી વધારે વ્યૂ મળી ગયા છે. અમુક સોશિયલ મીડિયા યૂઝરોએ મહિલાને આશા અંબેડના રૂપમાં ઓળખ્યા છે અને આ કઠિન ચઢાઈ પાર કરવા માટે તેમની પ્રસંશા કરી છે.

લોકો આ વીડિયોમાં આજીની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેમણ સાબિત કરી દીધું કે એજ ઈઝ જસ્ટ અ નંબર. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, જોઇને મજા આવી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp