એક બાઈક પર સવાર થયા 7 લોકો, IASએ ટ્વીટ કરી શેર કર્યો વીડિયો

એક બાઈક અને 7 સવારી! બાઈક પર એકના પછી એક એમ કુલ સાત લોકો બેસવાનો વીડિયો ટ્વીટર પર IAS અધિકારીએ શેર કરેલો વીડિયો વાયરલ થયો છે. જો કે, આ જુનો વીડિયો કહેવામાં આવી રહ્યો છે, તો પણ ફરીથી ટ્વીટ કરતા ટ્વીટર પર આ વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમજ, હજારો લોકો આને રીટ્વીટ કરી ચૂક્યા છે.

IAS અધિકારી સુપ્રિયા સાહૂએ આ વીડિયોને ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમને કેપ્શન આપ્યું કે, ‘સ્પીચલેસ (નિ:શબ્દ).’ આ વીડિયોમાં બીજી દિશાથી પણ ચાર લોકો એક બાઈકથી આવતા જોવા મળી રહ્યા છે.

IAS તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ બાઈક પર બેસેલો છે. જો કે, પહેલાથી જ તેના પર આગળ બે બાળકો બેસેલા છે, ત્યાર બાદ એક મહિલા પણ બાઈક પર બેસે છે. આવી રીતે બાઈક પર કુલ ચાર લોકો બેસેલા છે. ધીમે-ધીમે કરીને બાઈક પર કુલ 7 લોકો બેસી જાય છે.

વીડિયો સામે આવ્યા બાદ અનેક લોકોએ આના પર રિએક્શન આપ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા જોઈએ. તેમજ, કેટલાક યુઝર્સે આ પણ કહ્યું કે, દરેક વાતમાં સરકારને દોષી ન સાબિત કરવું જોઈએ. એક યૂઝરે લખ્યું કે, આવામાં શું જીવ હાથ પર રાખવાનું શરૂ કરી દેશે લોકો? અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘કેટલાક લોકોને આવું કરવાની આદત હોય છે.’

એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે, ‘જો વ્યક્તિ 80 હજાર રૂપિયાની બાઈકથી ચાલી રહ્યો છે અને આટલા બાળકો છે, તો તેને ઓટો અથવા બસ ચલાવવી જોઈએ, તેનાથી જીવનને ઓછું જોખમ રહેશે.’

તેમજ, બીજા યૂઝરે લખ્યું કે, ‘જનસંખ્યા વધી રહી છે.’ એક યૂઝરે તો અહીંયા સુધી લખી દીધું કે, આ બાઈક સવારની ધરપકડ કરવી જોઈએ અને આનું ડ્રાઈવિંગ લાઈસન્સ જપ્ત કરી લેવું જોઈએ, જો બાઈક સ્લીપ થઇ ગઈ હોત, તો બાળકોનું શું થયું હોત?'

એક યૂઝરે તો IAS અધિકારી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેને લખ્યું કે, 'IAS અધિકારી તો સત્તામાં બેસેલા છે, ગરીબી બતાવતો વીડિયો પોસ્ટ કરીને તેઓ શું સાબિત કરવા ઈચ્છે છે? તમે લોકો કંઈક આવું કરો, જેનાથી સામાન્ય નાગરિક જીવન સુધારી શકે.'

જો કે, અનેક લોકોએ આ વીડિયો વિશે આ પણ લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે, આ સોશિયલ મીડિયા માટે જ બનાવવામાં આવ્યો છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘તે બાઈક પર દયા આવી રહી છે.’

વીડિયો પોસ્ટ કરનાર IAS સુપ્રિયા સાહૂ તમિલનાડુમાં એડીશનલ ચીફ સેક્રેટરીના પદ પર તૈનાત છે, તેઓ પહેલા દૂરદર્શનના ડિરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.