પોલીસ અધિકારીએ 15 કલાકમાં 30 લાખ ભેગા કરીને દુલ્હનને પરણાવી, કારણ કે..

PC: https://zeenews.india.com

રાજસ્થાનના એક પોલીસ અધિકારીએ જે કામ કર્યું છે તે ખરેખર કાબિલેદાદ છે. લગ્નના એક દિવસ પહેલાં જ એક પરિવારનું આખું ઘર સળગી જતા બધા સામાન ખાખ થઇ ગયો હતો, દુલ્હનના સપના પણ વેરણ છેરણ થઇ ગયા હતા, પરંતુ ઘણી વખત લોકો કહેતા હોય છે કે ભગવાન કે ઘર દેર હૈ, પર અંધેર નહી.એક પોલીસ અધિકારીએ માત્ર 15 કલાકમાં સોશિયલ મીડિયાની મદદથી 30 લાખ રૂપિયા ભેગા કરીને યુવતીને રંગેચંગે પરણાવી હતી.

સોશિયલ મીડિયા હોવાના ઘણા ફાયદા છે. જરૂર પડે તો આના દ્વારા કોઈની મદદ કરી શકાય છે અથવા કોઈની મદદ લઈ શકાય છે. આનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યાં એક પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયાની મદદથી એક યુવતીની જિંદગીની માવજત કરી છે. મળતી માહિતી મુજબ, એક યુવતીના લગ્નના એક દિવસ પહેલા તેના ઘરમાં આગ લાગી હતી, જેના કારણે ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ સાથે તેના લગ્નના સપના પણ આ જ આગમાં ખાખ થઇ ગયા હતા.. આવી સ્થિતિમાં એક પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયા દ્વારા યુવતી માટે પૈસા એકઠા કર્યા અને તેને વાજતે ગાજતે પરણાવી.

રાજસ્થાનના દૌસામાં 17 મેના રોજ એક છોકરીના લગ્ન હતા અને તેના એક દિવસ પહેલા શોર્ટ સર્કિટના કારણે તેના ઘરમાં આગ લાગી હતી. લગ્નનો તમામ સામાન અને ઘરનો બાકીનો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો. યુવતીના પિતાનું સાત વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ થયું હતું. તેની માતા એકલા હાથે તેની પુત્રી અને બે પુત્રોનું ધ્યાન રાખી રહી છે.

આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહમના SP હેમેન્દ્ર મીણાએ આ પરિવારને મદદ કરવાનું બીડું ઝડપી લીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પર આખી ઘટનાનું વર્ણન કરીને લોકોને મદદ માટે અપીલ કરી હતી.

પોલીસ અધિકારીએ અપીલ કરતાની સાથે મદદનો ધોધ વહેવા માંડ્યો અને માત્ર 15 કલાકમાં જ 30 લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા. પૈસાની મદદ મળી જતા યુવતીના નક્કી કરેલા સમયે લગ્ન થઇ શક્યા હતા. લગ્નના ખર્ચ પછી જે રકમ બચશે તેમાંથી યુવતીની માતા ઘર બનાવી શકશે.

પોલીસ અધિકારીના આ સરાહનીય કાર્યની સોશિયલ મીડિયા પર લોકો  ભારે પ્રસંશા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp