પ્રેગ્નન્ટ મહિલાના પ્રેમમાં પડ્યો વ્યક્તિ, વાયરલ થઇ Tinder લવ સ્ટોરી

PC: dailynationpakistan.com

જીવન હંમેશાં તમારા પ્લાન અનુસાર નથી ચાલતું. લગ્ન તૂટી જાય છે, રિલેશનશિપ ખતમ થઇ જાય છે અને થઇ શકે છે કે, તમે એકલા બાળકોનું પાલન-પોષણ કરી રહ્યા છો, પણ આનો અર્થ એવો નથી કે, તમારું આગળનું જીવન પણ દુ:ખોથી ભરેલું રહેશે. સોશિયલ મીડિયા પર એક આવી જ મહિલાની કહાની વાયરલ થઇ રહી છે.

જેકલીન વુડવેલે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે પ્રેગ્નન્સી દરમિયાન પાર્ટનરે તેણે છોડી દીધેલી, પણ હવે તે પ્રેગ્નન્સી દરમિયાન જ Tinder પર મળેલા એક વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

વીડિયો શેર કર્યાની સાથે જેકલીને લખ્યું કે, ‘પાર્ટનરે છોડી દીધા પછી મને અનુભવ થયો કે, હકીકતમાં માતા બનવાના પહેલા જ હું સિંગલ મધર થઇ ગઈ છું.’

જેકલીને જણાવ્યું કે, ‘પ્રેગ્નન્સીના ચોથા મહિના દરમિયાન મેં Tinder ડાઉનલોડ કર્યું હતું. Tinder પર મને એક ક્યૂટ છોકરાએ મેસેજ કર્યો, અમે પહેલા ડેટ પર ગયા. તે મને ખૂબ જ પસંદ કરવા લાગ્યો હતો અને ડેટિંગને ચાલુ રાખવા ઈચ્છતો હતો. હું તેની સાથે સાચવીને વાતો કરતી હતી. કેમ કે, બાળકને લઈને મારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું.’

ત્યાર બાદ જેકલીને તે દિવસ વિશે જણાવ્યું, જ્યારે તેણે બાળકીને જન્મ આપ્યો. મહિલાએ જણાવ્યું કે, બાળકીના જન્મની ખુશીમાં Tinder ડેટે તેના માટે ફૂલ મોકલાવ્યું હતું. જેકલીને આગળ જણાવ્યું કે, ‘દીકરીના જન્મ પછી બાયોલોજિકલ પિતા પાછો આવી ગયો. હું બધું બરાબર કરવા ઈચ્છતી હતી અને આ રિલેશનશિપને ચાલુ રાખવા ઇચ્છતી હતી.’

જેકલીને જણાવ્યું કે, એક્સ પાર્ટનરે મને કહ્યું કે, તે કમિટ કરવા નથી ઈચ્છતો, તો મેં પણ તેને કહી દીધું કે, હું ફાઈનલી મૂવ ઓન કરવા જઈ રહી છું. બીજા દિવસે, અચાનક Tinder બોયે મને ડેટ માટે પૂછ્યું.

જેકલીને કહ્યું કે, આનાથી તેને લાગ્યું કે, Tinder બોય તેને ખૂબ જ પસંદ કરે છે, ત્યારથી જ બંનેએ એક-બીજા ડેટ કરી રહ્યા છે. આ રિલેશનશિપને પાંચ વર્ષ થઇ ગયા છે, બંનેએ સગાઇ કરી લીધી છે અને હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. જેકલીનની લવ સ્ટોરી સોશિયલ મીડિયા યૂઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે, તેના આ વીડિયોને અત્યાર સુધી 18 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp