- Offbeat
- એક એવું રેસ્ટોરાં જ્યાં ખાધા પછી તમારે ચાટવી પડે છે ત્યાંની દિવાલ, જાણો કારણ
એક એવું રેસ્ટોરાં જ્યાં ખાધા પછી તમારે ચાટવી પડે છે ત્યાંની દિવાલ, જાણો કારણ
દુનિયામાં ઘણા જાણીતા રેસ્ટોરન્ટ છે, જે તેમના ખાવા માટે જાણીતા છે. જ્યારે અમુક પોતાના ખાસ કલ્ચર માટે પણ જાણીતા છે. પરંતુ આજે એક એવા રેસ્ટોરન્ટની વાત કરવામાં આવશે જે તેના અજીબોગરીબ વસ્તુ ગ્રાહકો પાસે કરાવે છે. આ રેસ્ટોરન્ટમાં ખાવા આવતા લોકોએ ખાવાનું ખાધા પછી રેસ્ટરન્ટની દિવાલો ચાટવી પડે છે. સાંભળવામાં એકદમ અજીબ લાગી રહ્યું હશે પરંતુ આ એકદમ સાચી વાત છે.

આ અજીબ રેસ્ટોરન્ટ અમેરિકાના એરિઝોનામાં આવેલી છે. એરિઝાનના સ્કોટ્સડેલ નામની એક જગ્યા છે, જ્યાં ધ મિશન નામની રેસ્ટોરન્ટ આવી છે. અહીં મહેમાન ખાવાનું ખાધા પછી રેસ્ટોરન્ટની દિવાલને જીભથી ચાટતા જોવા મળે છે. ખાવાની સાથે સાથે દિવાલનો પણ ટેસ્ટ લોકો કરે છે. આ દિવાલને 17 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટ આ દિવાલ માટે જ દુનિયામાં જાણીતી છે અને દુનિયાભરમાંથી લોકો આ રેસ્ટોરન્ટની મુલાકાતે આવે છે. પરંતુ હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે લોકો આવું શા માટે કરે છે.
અસલમાં આ રેસ્ટોરન્ટને પિંક હિમાલયન સોલ્ટ એટલે કે પિન્ક સોલ્ટમાંથી બનાવવામાં આવી છે. આ પિંક સોલ્ટનો સ્વાદ ચાખવા માટે લોકો અહીં આવે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે, હેડશેફ દ્વારા અહીં દિવાલ લગાવડાવવામાં આવી હતી. જેની અવધારણા હવે દુનિયાભરના લોકોમાં હીટ થઈ ગઈ છે. કોરોના દરમિયાન જ્યારે બધુ બંધ હતું તે સમયે અહીં કેવી રીતે કામ થતું હતું, તો તે સમયમાં લોકો આ રેસ્ટોરન્ટમાં આવવાનું પસંદ કરતા નહોંતા.

પરંતુ તમને જણાવી દઈએ કે અહીં કામ કરનારા કર્મચારીઓનું કહેવું છે કે આ દિવાલને ચાટવાથી કોઈ બીમારી નથી થતી. અસલમાં આ દિવાલ સિંધ મીઠાં માથી બની છે અને તેમાં સફાઈના ગુણ છે. આ સિવાય રેસ્ટોરન્ટના કર્મચારીઓ રોજ આ દિવાલની સારી રીતે સફાઈ કરે છે. આ રેસ્ટોરન્ટ તેની આ દિવાલની સાથે તેના ફૂડ માટે પણ એટલી જ જાણીતી છે.

