એક મહિનામાં ત્રણ વખત મા બની મહિલા, પ્રથમ ડિલીવરીમાં ન ખબર પડી આ વાત

PC: patrika.com

કુદરતના ચમત્કાર સામે ક્યારેક સાયન્સ પણ ખોટું પડે છે. બાંગ્લાદેશ રાષ્ટ્રમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલા મહિનામાં ત્રણ વખત સંતાનને જન્મ આપી ચૂકી છે. આ ઘટનાથી તબીબો ચોંકી ઊઠ્યા છે. આ મહિલાએ ત્રણેય બાળકોને જુદા જુદા સમયે બાળકોને જન્મ આપ્યો છે. સારી વાત એ પણ છે કે, આ ત્રણેય બાળકો ખૂબ જ સ્વસ્થ છે. એક મહિનામાં ત્રણ બાળકોને જન્મ આપનારી મહિલાનું નામ આરિફા સુલ્તાન છે. તેની ઉંમર 20 વર્ષની છે.

રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, મહિલાની પ્રથમ ડિલેવરી નોર્મલ થઈ હતી. ત્યારે સંતાનમાં તેને એક બાળકને જન્મને આપ્યો હતો. આ બાળકને જન્મ આપ્યાના 26 દિવસ બાદ આરિફાના પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો. ત્યારે ડૉક્ટર પાસે તપાસ કરાવવામાં આવી હતી. સોનોગ્રાફીમાંથી જાણવા મળ્યું હતું કે, ગર્ભમાં હજું બે બાળકો છે. પણ આ વાતની જાણ પ્રથમ ડિલેવરીમાં ન થઈ. બીજી વખત ગર્ભમાં બે બાળકોને જોઈને તબીબો ચોંકી ગયા હતા. કેસની ગંભીરતા જાણીને મહિલાની બીજી વખત ડિલેવરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આરિફાનું ઑપરેશન કરવામાં આવ્યું.

બીજી વખતે તેણે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. તબીબોએ જણાવ્યું હતું કે, મહિલાના પેટમાં બે ગર્ભ હતા.તેથી મહિલા એક મહિનામાં ત્રણ વખત મા બની હતી. મુખ્ય તબીબ અધિકારીએ જણાવ્યું હતું કે, એમની ત્રીસ વર્ષન કારકિર્દીમાં આ પ્રથમ એવો કેસ છે. મહિલા અને ત્રણેય બાળકો ખૂબ જ સ્વસ્થ છે. હાલમાં મહિલા ત્રણેય બાળકોની કેર કરી રહી છે. રેગ્યુલર ચેકઅપને પણ કરાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp