ગરમીમાં બુટ પહેરવાથી થાય છે પરસેવો? ખરીદી લાવો આ AC શૂઝ

PC: zeenews.india.com

ભારતમાં રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર જતું રહ્યું છે. એવામાં લોકોએ ઘરોમાં AC, કુલર કાઢી લીધા છે. ગરમીમાં એવું તો પોસિબલ નથી કે બહાર જ નહીં નીકળીએ અને ACની હવા લેતા રહીએ. કામ માટે તો બહાર નીકળવું જ પડે છે અને ગરમીમાં ફરવું પડે છે. બુટ (Shoes) પહેરવાથી ખૂબ જ પરસેવો પણ થાય છે. અને સ્લીપર પહેરવા પર પગ ઘણા બળે છે. ત્યારે આજે અમે તમને એક એવા બુટ (Shoes) વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં પંખા લાગ્યા છે. ગરમીમાં ફરવા પર પણ તમારા પગને AC જેવી ઠંડક મળશે.

માર્કેટમાં આવી ગયા પંખા વાળા બુટ (Shoes)

અહીં તમને જણાવી દઈએ કે, આ બુટને (Shoes) જાપાનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જાપાનની ઇ-કોમર્સ વેબસાઇટ Chiyoda પર આ બુટ (Shoes) ઉપલબ્ધ છે. આ બુટને (Shoes) લોકો ઉત્સાહથી ખરીદી રહ્યા છે. આ બુટ (Shoes) જાપાનમાં ખૂબ જ ડિમાન્ડમાં છે. આ બુટને (Shoes) 'USB Foot Cooler' કહેવામા આવે છે. જાપાનમાં તૈયાર થયેલા આ બુટ (Shoes) દરેક જગ્યા પર ચર્ચામાં છે.

બુટ (Shoes) પહેરવા પર પણ નહીં થશે પરસેવો

બુટને (Shoes) જોઈને જરા પણ નથી લાગતું કે આમાં પંખા લગાવવામાં આવ્યા હશે. ખૂબ જ ગરમીમાં બુટને (Shoes) પહેરવા પર પણ નહી પરસેવો આવશે કે નહી આવે અવાજ. બુટ (Shoes) પહેરવા પર તમારે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડશે આ બુટ (Shoes) વરસાદ, પાણી અથવા તો પછી સ્વિમિંગ કરતા સમયે પહેરી શકાશે નહીં. પાણીમાં બુટમાં (Shoes) લાગેલા પંખા ખરાબ થઈ શકે છે.

આટલી છે કિંમત

જેવું કે ઉપર જણાવવામાં આવ્યું છે કે, બુટને (Shoes) જાપાનની ઈ-કોમર્સ વેબસાઈટ Chiyoda પરથી ખરીદી શકાય છે. જાપાનમાં આ બુટની (Shoes) કિંમત 7,245 yen એટલે કે (4,414 રૂપિયા) છે. તમને આ બુટ (Shoes) ભલે સ્ટાઈલીસ્ટ નહી લાગતા હોય પરંતુ ગરમીમાં પરસેવો નહીં આવવાની ગેરંટી છે. બુટ (Shoes) ખૂબ જ કમ્ફર્ટેબલ અને સરળતાથી પહેરી શકાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp