ફ્લાઈટમાં એર હોસ્ટેસ ક્યારેય નથી પીતી ચા-કોફી અને લગાવે છે સન સ્ક્રીન, આ છે કારણ

PC: zeenews.india.com

જો તમે ક્યારેય ફ્લાઈટમાં પ્રવાસ કર્યો છે, તો પ્રવાસના દરમિયાન ચા અથવા કોફી જરૂર પીધી હશે, પણ શું તમે ક્યારેય પણ પોતાની ફ્લાઈટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઈટ દરમિયાન ચા અથવા કોફી પિતા જોઈ છે? લગભગ નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂ મેમ્બર્સ ક્યારેય પણ ફ્લાઈટની અંદર ચા અથવા કોફી નથી પીતાં, તેના પાછળનું કારણ જાણીને, તમે પણ આગળથી ફ્લાઈટમાં ચા અથવા કોફી ઓર્ડર કરવાના પહેલા અનેક વાર વિચાર કરશો.

ઝડપી વાઈરલ થઇ રહ્યો છે વીડિયો

ફ્લાઈટનું આ સીક્રેટ એર હોસ્ટેસ સિએરા મીસ્ટે જણાવ્યું છે, સિએરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે, તેના ટિકટોક એકાઉન્ટ પર 31 લાખ ફોલોઅર્સ છે, તે હંમેશાં ફ્લાઈટ અને પોતાના કામ સાથે જોડાયેલી માહિતીઓ શેર કરે છે, હાલમાં તેનો એક વીડિયો ઝડપી વાઈરલ થઇ રહ્યો છે, જેમાં તેને ફ્લાઈટ અટેન્ડેટ અને પાયલટના સીક્રેટ્સ જણાવ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Cierra Mistt (@cierra_mistt)

ફ્લાઈટમાં ચા-કોફી કેમ નથી પીતા ક્રૂ મેમ્બર્સ

સિએરા મીસ્ટે વીડિયોમાં જણાવ્યું કે, ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટમાં લાગેલી પાણીની ટાંકીનો ઉપયોગ કરવાથી બચે છે, તેને લખ્યું કે, ‘હું તમને ફ્લાઈટ અટેન્ડેટ સાથે જોડાયેલા અનેક સીક્રેટ્સ વિશે જણાવીશ, હું શરત લગાવી શકું છું કે, તેમના વિશે તમને ખબર નહીં હશે.’ તેને કહ્યું કે, ‘જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય, ત્યાં સુધી અમે લોકો ફ્લાઈટમાં ચા-કોફી નથી પીતા. કેમ કે, જે પાણી અમે ચા અને કોફી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છે, તે પ્લેનના ટેંકમાંથી આવે છે, જે સાફ કરવામાં નથી આવતો.’

સિએરાએ આગળ જણાવ્યું કે, ‘એરલાઈન કંપનીઓ સમય-સમય પર પાણીની તપાસ જરૂર કરે છે, પણ જો પાણીમાં કંઈ ન મળે તો ટેંકની સફાઈ કરવામાં આવતી નથી.’

મુસાફરી દરમિયાન સનસ્ક્રીન લગાવે છે એર હોસ્ટેસ

એર હોસ્ટેસે ફ્લાઈટનું અન્ય એક સીક્રેટ જણાવ્યું છે, તેને કહ્યું કે, ‘એર હોસ્ટેસ હંમેશાં ફ્લાઈટ દરમિયાન સનસ્ક્રીન લગાવે છે’, આના પાછળનું કારણ જણાવતા સિએરાએ કહ્યું કે, ‘અમે આવું એના માટે કરીએ છીએ. કેમ કે, અમને રોજ જમીનથી 35 હજાર ફૂટની ઊંચાઈ પર ફ્લાઈટમાં પ્રવાસ કરવાનો હોય છે, ફ્લાઈટ ઓઝોન લેયરના ખૂબ જ નજીકથી જાય છે, ત્યારે ઓઝોન રેડીએશનનું જોખમ ખૂબ જ વધી જાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ ક્રૂ મેમ્બર્સને એસ્ટ્રોનોટ અને રેડિયોલોજિસ્ટની શ્રેણીમાં રાખે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp