કોરોનામાં પત્નીનું થયું મોત, પતિએ અઢી લાખમાં બનાવ્યુ પૂતળુ,જેની સાથે કરે છે વાતો
પોતાના પ્રેમને પામવા માટે લોકો કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે. જો કોઈનો જીવન સાથી તેનાથી દૂર થઈ જાય છે, તો તેની ગેરહાજરીની પૂરી કરવી અશક્ય છે. પરંતુ એક વ્યક્તિએ તેની પત્નીના મૃત્યુ પછી તેને પોતાની સાથે જીવતી રાખી છે. આ તમને સાંભળીને વિશ્વાસ નહિ આવતો હશે. અમે તમને આની પાછળની આખી કહાની જણાવીશું.
કોલકાતાના તપસ શાંડિલ્યએ પોતાની પત્ની ઈન્દ્રાણીને પોતાની નજર સામે જીવિત રાખવા માટે એવું કાર્ય કર્યું છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તપસ શાંડિલ્યની પત્ની આજે પણ ઘરમાં ઝુલા પર બેઠેલી જોવા મળે છે. તેની પત્નીએ તેની પસંદની સિલ્ક સાડી અને સોનાના દાગીના પહેર્યા છે. તેને જોઈને લાગે છે કે તે હમણાં બોલી પડશે.
ખરેખર, તપસ શાંડિલ્યએ તેની પત્નીના મૃત્યુ પછી પોતાના દુ:ખને ભૂલાવવા માટે તેની એક જીવિત દેખાઈ એવી મૂર્તિ બનાવડાવી છે. આ મૂર્તિને બનાવવા માટે તેણે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. અઢી લાખ રૂપિયાથી બનેલી તેમની મૂર્તિ એકદમ મનુષ્ય જેવી જ સજીવ દેખાય છે.
VIP રોડ સ્થિત ઘરમાં ઈન્દ્રાણીને તેની મનપસંદ જગ્યા પર એક ઝૂલતા સોફા પર બેસાડવામાં આવી છે. ઈન્દ્રાણીના આ પૂતળાને જોઈને તેના પાડોશી, તેમજ આ વિસ્તારની બહારથી આવતા લોકો આકર્ષિત થાય છે. 65 વર્ષના તપસ શાંડિલ્ય એક સેવા નિવૃત્ત કેન્દ્રીય કર્મચારી છે. તેમનું કહેવું છે કે, તેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરે છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ, કોરોનાની બીજી લહેર દરમિયાન તપસ શાંડિલ્યની પત્નીનું મોત થયું હતું. પત્નીના મૃત્યુ બાદ તપસ એકદમ એકલો થઈ ગયો હતો. પોતાના આ દુ:ખમાંથી બહાર આવવા માટે તેમણે ઘણા પ્રયાસ કર્યા. આ દરમિયાન, તેમણે પોતાની પત્નીની સિલિકોન પ્રતિમા બનવાનો નિર્ણય લીધો.
તેમણે 2022ની શરૂઆતમાં પત્નીની સિલિકોન પ્રતિમા બનાવવા માટે શિલ્પકાર સુબીમલ દાસને ઓર્ડર આપ્યો. આ પછી, દાસે ખૂબ જ મહેનત કરીને તપસની પત્ની ઈન્દ્રાણી શાંડિલ્યની હૂબહુ જીવિત દેખાતી પ્રતિમા બનાવી. તેને બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો.
સાથે હોવાનો અહેસાસ અપાવે છે પત્નીની પ્રતિમા: શાંડિલ્ય
મીડિયા સાથે વાત કરતા સમયે શાંડિલ્યએ જણાવ્યું કે, પ્રતિમાને વાસ્તવિક બનાવવા માટે એક-એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને હેર ગ્રાફટિંગની પ્રક્રિયામાં જ લગભગ એક મહિનાનો સમય લાગ્યો. તેમણે આગળ કહ્યું, 'હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને તેને ક્યારેય નથી ભૂલી શકતો. હવે ઈન્દ્રાણીની પ્રતિમા મને હંમેશા એ અહેસાસ અપાવે છે કે તે મારી સાથે જ છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp