દારૂ પીધા બાદ શા માટે અંગ્રેજી બોલવા માંડે છે લોકો? એક રિસર્ચમાં થયો ખુલાસો

PC: joinzoe.com

તમે ફિલ્મોમાં જોયુ હશે અથવા તો પછી પોતાના મિત્રોને જોયા હશે કે દારૂ પીધા બાદ લોકો અંગ્રેજી બોલવા માંડે છે. ત્યાં સુધી કે લોકો એવી મજાક પણ કરે છે કે જો દારૂ પીધા બાદ અંગ્રેજી નીકળવાનું શરૂ થઈ જાય તો દારૂ ચડવાનું પણ શરૂ થઈ ગયુ છે. પરંતુ, ક્યારેય તમે તેની પાછળના કારણ અંગે વિચાર કર્યો છે કે આખરે આવુ શા માટે થાય છે. ઘણા લોકોનું માનવુ છે કે, દારૂના નશામાં લોકો અતરંગી વાતો કરે છે અને આ કારણે જ અંગ્રેજી બોલે છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે હાલમાં જ એક રિસર્ચ આવ્યું છે, જેમા કહેવામાં આવ્યું છે કે, દારૂ પીધા બાદ અંગ્રેજી બોલવા પાછળ સાયન્સ છે.

સાઇકોફર્માકોલોજી જર્નલમાં છપાયેલા યુનિવર્સિટી ઓફ લિવરપૂલ, મેશ્ટ્રીચ્ટ યુનિવર્સિટી અને કિંગ્સ કોલેજ લંડનના શોધકર્તાઓનો રિપોર્ટ સામે આવ્યો છે કે દારૂ પીધા બાદ વ્યક્તિ બીજી ભાષા બોલવા માંડે છે અને બીજી ભાષાના સ્કિલમાં સુધાર થઈ જાય છે. એવામાં ભારતના સંદર્ભમાં વાત કરીએ તો લોકો દારૂ પીધા બાદ હિંદી ઉપરાંત અંગ્રેજી ભાષા બોલવાનો પ્રયત્ન કરવા માંડે છે. આ રિસર્ચમાં અંગ્રેજી બોલવા પાછળ એ પણ કારણ જણાવવામાં આવ્યું છે કે, દારૂ પીધા બાદ લોકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ જાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ રિસર્ચમાં નેધરલેન્ડના લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તે લોકો સામાન્યરીતે જર્મન બોલતા હતા અને ડચનો અભ્યાસ કરી રહ્યા હતા. જોકે, દારૂ પીધા બાદ તેમણે ડચ બોલવાનું જ શરૂ કરી દીધુ હતું. તેઓ પણ દારૂ પીધા બાદ સારી રીતે ડચ બોલવા માંડ્યા હતા. એવી જ રીતે ભારતમાં હિંદી બોલનારા લોકો સાથે અંગ્રેજી બોલવાનું છે.

લોકો શા માટે અંગ્રેજી બોલવા માંડે છે તેની પાછળ એ તર્ક આપવામાં આવ્યો છે કે દારૂ પીવાથી વ્યક્તિના વ્યવહારમાં ઘણો બદલાવ થાય છે. તેમજ, ભાષા પણ એક વ્યવહાર છે અને જ્યારે દારૂ પીવાથી વ્યક્તિના વ્યવહારમાં ઘણો બદલાવ થાય છે, તો ભાષાવાળો વ્યવહાર પણ બદલાઈ જાય છે. તેના કારણે બીજી ભાષામાં પણ માણસ વાત કરવાનો પ્રયત્ન કરે છે. એવામાં જે લોકોને અંગ્રેજી ઓછું આવડે છે અથવા ઓછું બોલે છે તેઓ ઘણીવાર દારૂના નશામાં અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કરી દે છે. એવામાં કહી શકાય કે, સાયન્ટિફિક કારણોના પગલે લોકો અંગ્રેજી બોલવાનું શરૂ કરી દે છે. દારૂ ભલે શરીરમાં કોઈપણ બદલાવ કરે પરંતુ, સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp