અહીં કૂવારાઓ રાત્રે મંદિરમાંથી પાર્વતીની મૂર્તિ ચોરી જાય, લગ્ન બાદ પરત મૂકી જાય

PC: divyabhaskar.co.in

દેશના દરેક રાજ્યમાં અનેક પ્રકારની અનોખી પ્રણાલીઓ જોવા મળે છે. જેનું સ્થાનિકો અનુકરણ કરતા હોય છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડૌલી ગામે એક અનોખી પ્રથા પ્રવર્તે છે. લગ્નોત્સુક યુવકો અહીં મંદિરમાંથી પાર્વતી માતાની મૂર્તિને ચોરી જાય છે અને લગ્ન થયા બાદ મૂર્તિને પરત મંદિરમાં મૂકી જાય છે. જેવી મૂર્તિ મંદિરમાં આવે એટલે બીજો કુંવારો ફરી એને ચોરી જાય છે.

હિંડૌલી ગામે આવેલા શિવમંદિરમાંથી મૂર્તિ ચોરવા બદલ કોઈ પ્રકારનો પોલીસકેસ પણ થતો નથી. આ મંદિર રામસાગર સરોવરના કાંઠે રધુનાથ ઘાટ પર આવેલું છે. મૂર્તિ ચોરવા પાછળનું કારણ પણ અનોખું છે. અહીં એવી માન્યતા છે કે, જે યુવકના લગ્ન ન થતા હોય તે આ મંદિરમાંથી ચોરીછુપીથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. આમ કરવાથી એના લગ્ન ઝડપથી થઈ જાય છે. આ જ કારણે અહીં ગામના કુંવારાઓ મૂર્તિ ચોરી જાય છે અને લગ્ન થઈ જતા પરત મૂકી જાય છે. મૂર્તિ રાત્રે જ ચોરવાની હોય છે. મંદિરમાં શિવલીંગની બાજુમાં પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત હોય છે. પણ શિવ સાથે શક્તિ ભાગ્યે જ જોવા મળે છે.

કુંવારા યુવકો એ ધ્યાન રાખીને બેઠા હોય છે કે, ક્યારે અહીં મૂર્તિ આવે. આમ મંદિરમાંથી શક્તિ-શિવથી કેટલાય દિવસો સુધી વિખૂટા પડી જાય છે. તેઓ કુંવારા યુવાનોના ઘરે હોમ ક્વોરેન્ટાઈન થઈ જાય છે. પણ આ વખતે અખાત્રીજ જેવા શુભ દિવસે પણ કોઈ લગ્ન ન થવા પાછળનું કારણ લૉકડાઉન છે. લૉકડાઉન ખુલ્યું નથી અને લગ્ન પણ થયા નથીં. જુલાઈ મહિનાથી ચાર મહિના સુધી દેવ પોઢી જશે. એવામા શિવ પાસે શક્તિ પરત આવે એવી શક્યતાઓ ઓછી છે. લાઈનમાં રહેલા કુંવારાઓએ મૂર્તિ માટે આ વખતે લાંબા સમય સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. અત્યાર સુધીમાં 15થી 20 વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઈ ચૂકી છે. જે યુવાનોએ ચોરી એમને લગ્ન પણ થઈ ચૂક્યા છે. એવું અહીં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. વર્ષમાં એક કે બે મહિના સુધી માંડ આ મૂર્તિ શિવજીની પાસે રહે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp