દુનિયામાં સૌથી સુંદર છે આ મહિલાનો ચેહરો, સાયન્સે પણ માન્યું

વિશ્વમાં સૌથી સુંદર ચહેરો કોનો છે? વિજ્ઞાને આ સવાલનો જવાબ આપી દીધો છે. અમેરિકન અભિનેત્રી એમ્બર હર્ડ વિશ્વની સૌથી સુંદર મહિલા છે. અદ્યતન ફેસ-મેપિંગ ડેટા અનુસાર, સુંદરતાના મામલે તેણે કિમ કર્દાશિયન અને બ્રિટિશ સુપર મોડલ કેટ મોસને પણ પાછળ છોડી દીધા છે. ચહેરાની સુંદરતા માપવા માટે Beauty Phiના ગ્રીક ગોલ્ડન રેશિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારો વર્ષોથી તેને પરફેક્ટ ચહેરો માપવા માટેની સિક્રેટ ફાર્મૂલા માનવામાં આવે છે. આ ફાર્મૂલા દ્વારા એ જાણવા મળ્યું કે, 36 વર્ષની એમ્બરનો ચહેરો 91.85 ટકા સચોટ છે.

લંડનના સર્જન ડૉ. જુલિયન ડી સિલ્વા દ્વારા એમ્બરનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ટેસ્ટ લેટેસ્ટ ફેશિયલ મેપિંગ ટેકનિક દ્વારા કરવામાં આવ્યો હતો. ફોટોગ્રાફ્સમાં તેની આંખો, ભ્રમર, નાક, હોઠ, ચિન, જડબા અને ચહેરાના આકાર માપવામાં આવ્યા હતા. ચહેરાના 12 માર્કર બિંદુઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એમ્બરનો ચહેરો Greek ratio of Phiમાં 91.85 ટકા સચોટ છે.

ગ્રીક્સનું માનવું છે કે બધી કુદરતી વસ્તુઓમાં ગુણોત્તર હોય છે. તેઓ માને છે કે વિશ્વના સૌથી સુંદર ચહેરાની ગુપ્ત ફોર્મ્યુલા પણ આમાં છે. લંડનમાં સેન્ટર ફોર એડવાન્સ્ડ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરી ચલાવતા ડૉ. જુલિયન ડી સિલ્વાએ કહ્યું, અમે એક નવી કમ્પ્યુટર મેપિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. આ ટેક્નિક દ્વારા અમે સુંદર ચહેરા પાછળના કેટલાક રહસ્યો શોધી કાઢ્યા છે.

આ ટેકનિક દ્વારા કિમ કર્દાશિયનના ચહેરાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સૌંદર્યમાં બીજા ક્રમે છે. તેનો ચહેરો 91.39 ટકા સચોટ છે.

સુંદરતાના મામલે કેટ મોસ ત્રીજા ક્રમે છે. તેનો ચહેરો 91.06 ટકા સચોટ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ભરૂચમાં ભાજપના જ સાંસદ અને મહિલા ધારાસભ્ય વચ્ચ બબાલ શરૂ થઇ છે. બંને નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભરૂચના ...
Politics 
ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.