11 વર્ષની ઉંમરમાં માસ્ટર ડિગ્રી, આઇન્સ્ટાઇન કરતા પણ વધુ IQ, જાણો આ જિનિયસ વિશે

PC: brightside.me

આપણે બધાએ વાંચ્યુ હશે કે દુનિયાના સૌથી વધુ હોંશિયાર વ્યક્તિ આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતા. તેમનો IQ લેવલ 160 હતો. પરંતુ, આ રેકોર્ડ માત્ર 11 વર્ષની બાળકીએ તોડી દીધો છે. બની શકે કે તમે મારી વાતો પર વિશ્વાસ ના કરી રહ્યા હો, પરંતુ આ સત્ય છે. મેક્સિકો સિટીની એક 11 વર્ષીય બાળકી અધારા પેરેજ સાંચેજનો IQ લેવલ 162 સ્કોર નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ બાળકીએ આ નાનકડી ઉંમરમાં જ પોતાની માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સામાન્યતઃ એક વિદ્યાર્થીની પોસ્ટગ્રેજ્યુએટની ડિગ્રી 20 વર્ષ બાદ જ હાંસલ કરી શકે છે. જણાવી દઈએ કે, અધારાનો IQ બે મહાન ફિઝિક્સના સાયન્ટિસ્ટ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હૉકિંગ કરતા વધુ છે.

ફ્રાંસીસી મેગેઝીન મેરી ક્લેરીમાં છપાયેલા સમાચાર અનુસાર, અધારાનું સપનું NASAની સાથે કામ કરવાનું છે. અધારા વર્તમાનમાં મેક્સિકન સ્પેસ એજન્સીની સાથે યુવા વિદ્યાર્થીઓને સ્પેસ એક્સપોલોરેશન અને મેથને પ્રોત્સાહન આપી રહી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, 11 વર્ષીય બાળકીએ CNCI યુનિવર્સિટીમાંથી સિસ્ટમ એન્જિનિયરીંગમાંથી ડિગ્રી મેળવી છે અને બીજી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ઓફ મેક્સિકોમાંથી મેથમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરીંગમાં ડિગ્રી મેળવી છે.

અધારા પેરેજ સાંચેજ જ્યારે ત્રણ વર્ષની હતી, ત્યારે જાણકારી મળી હતી કે તે ઓટિઝ્મથી પીડિત છે. ઓટિઝ્મ એક વિકાસાત્મક રોગ છે જે સોશિયલ ઇટ્રેક્શન અને કમ્યુનિકેશનમાં અડચણ નાંખે છે, આ બાળક સામાન્ય બાળકો જેવા દેખાય છે, માત્ર વ્યવહારમાં થોડો તફાવત હોય છે.

અધારાના માતા-પિતા ગરીબ છે જેમની આવક ખૂબ જ ઓછી છે. અધારાના પડોશમાં રહેતા બાળકો તેને હેરાન કરતા હતા. અધારાની માતા નાયેલી સાંચેજે મીડિયાને જણાવ્યું, સાંચેજે આગળ કહ્યું, તે પોતાના ફ્રેન્ડ્સ સાથે રમવા માંગતી હતી, તેને અજીબ, અલગ લાગ્યું. તે થોડી વાર માટે સ્કૂલે જઈ શકતી હતી પરંતુ, તે એ ના કરી શકી, તે સ્કૂલમાં સૂઈ જતી, તે કોઈ કામ કરવા માંગતી ન હતી. 

View this post on Instagram

A post shared by Adhara Maite Pérez Sánchez (@adhara_perez11)

સાંચેજે જણાવ્યું કે, તેમણે સમજ્યું કે દીકરી બદમાશી કરી રહી છે આથી, આધારાનું મેડિકલ કાઉન્સિલિંગ કરાવ્યું અને પછી પ્રતિભાશાળી બાળકો માટે એક સ્કૂલ મેન્ટર ફોર અટેન્શન ટૂ ટેલેન્ટ (CEDAT)માં એડમિશન લીધુ. સ્કૂલમાં તેના IQ ની પુષ્ટિ થઈ ગઈ અને તેણે 5 વર્ષની ઉંમરમાં પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ માત્ર એક વર્ષમાં મિડલ અને હાઈ સ્કૂલ પાસ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp