26th January selfie contest

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો એવો વીડિયો કે તમે હસતા-હસતા થાકી ગયા

PC: khabarchhe.com

આનંદ મહિન્દ્રા પોતાના બિઝનેસની સાથે સાથે પોતાના સેન્સ ઓફ હ્યુમર માટે પણ જાણીતા છે. મોટિવેશનલ ટ્વીટ અને કોમેન્ટ સેક્શનમાં તેમના ફેન્સને આપતા જવાબ માટે પણ ચર્ચા રહેતા જોવા મળ્યા છે. આનંદ મહિન્દ્રાએ એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોનારા દરેક લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે કેટલાંક લોકો આનંદ મહિન્દ્રાને પોતાના આઈડલ પણ માને છે અને તેમાંથી પ્રેરણા લે છે. આનંદ મહિન્દ્રાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં અલગ અલગ રીતનું લખાણ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને પોસ્ટ કરી મહિન્દ્રાએ લખ્યું છે કે આનંદદાયક પરંતુ સત્ય.

આ વીડિયોમાં 10મી, 11મી અને 12મીના લખાણ સહિત MBBS, પીજી, જુનિયર, સીનિયર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સુધીના બધા લખાણમાં સાફ સાફ અંતર જોવા મળી રહ્યું છે. શરૂમાં દેખાઈ રહેલા સુંદર લખાણ ખરાબથી વધારે ખરાબ અને પછી એક સીધી લાઈનમાં બદલાઈ જાય છે. આમ તો ડૉક્ટરનું લખાણ સમજવું દરેકના બસની વાત નથી.

આ પોસ્ટ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર પર ઘણી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક અને રિટ્વીટ કરી છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. ઘણા લોકોને વીડિયોમાં બતાવવામાં આવેલી વાત ઘણી હદ સુધી સાચી લાગી હતી. આ પહેલા પણ આનંદ મહિન્દ્રા દ્વારા કરવામાં આવેલા ઘણા બધા ટ્વીટ્સ અને વીડિયો વાયરલ થયેલા જોવા મળ્યા છે.

આ કડીમાં થોડા દિવસો પહેલા આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક 25 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. જેમાં એક યુવકે કારના એક હિસ્સાને પોતાના ઘરના મેઈન ગેટ તરીકે બનાવી દીધો હતો. પહેલી નજરમાં તમને લાગશે કે આ વ્યક્તિ કારની બહાર આવી રહ્યો છે પરંતુ તે ખરેખરમાં તેના ઘરના ગેટમાંથી બહાર આવતો જોવા મળે છે. જેણે કારના દરવાજાના ભાગને ગેટમાં બદલી નાખ્યો છે. અસલમાં યુવકે મેઈન ગેટમાં કારના એક દરવાજાના ભાગને જોડી દીધો છે.

કારમાં આગળ અને પાછળ એક-એક પૈંડા પણ લાગેલા છે. ગેટ સ્લાઈડિંગ વાળો છે. આથી કારના પૈંડાની મદદથી ગેટ ખોલવા અને બંધ કરવું સરળ થઈ જાય છે. મેઈન ગેટમાં એક નાનકડા દરવાજા માટે વ્યક્તિએ કારના ગેટનો ઉપયોગ કર્યો છે. જે એકદમ અલગ અને નવો આઈડિયા છે. આ વીડિયો એક સાથે ઘણા મેસેજ આપી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp