ઊંઘતા સિંહની તસવીર શેર કરી આનંદ મહિન્દ્રા બોલ્યા, યે આરામ કા...

PC: twitter.com

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને મહિન્દ્રા&મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. તેઓ રોજ બીજા કે ત્રીજા દિવસે અમુક એવી પોસ્ટ શેર કરે છે, જે ચર્ચામાં આવી જાય છે. આ વખતે તેમણે એક સિંહની તસવીર શેર છે. જેમાં સિંહ આરામ કરી રહ્યો છે. આ તસવીર તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી છે. જે ઝડપથી વાયરલ પણ થઇ રહી છે.

એવું શું ખાસ છે તસવીરમાં...

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર અકાઉન્ટથી આ તસવીર રવિવારે શેર કરી હતી. જેમાં એક આરામ કરતા સિંહને જોઇ શકાય છે. ખાસ વાત એ છે કે, સિંહ જમીન પર કે કોઇ ગુફામાં નહીં બલ્કે વૃક્ષની શાખાઓની વચ્ચે હાથ-પગ ફેલાવી ઊંઘી રહ્યો છે. આ તસવીરને રવિવારના રોજ શેર કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ રહી છે.

આનંદ મહિન્દ્રાએ આ ઊંઘતા સિંહની તસવીર શેર કરતા કેપ્શન પણ લખ્યું છે. તેમણે ફોટોના કેપ્શનમાં લખ્યું કે, હું વ્યસ્ત છું....કમ બેક લેટર. વીકેન્ડ પર શેર કરવામાં આવેલી આ આરામથી ઊંઘતા સિંહની તસવીરની સાથે તેમણે #Sunday લખ્યું. સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટને લઇ ઘણી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ તસવીરને ખબર લખ્યા સુધીમાં 1 લાખથી વધારે વ્યૂ મળ્યા છે. જ્યારે 34 હજાર યૂઝર્સે આ તસવીરને લાઇક કરી છે. એક યૂઝરે લખ્યું કે, આપણે માણસો રોજ ભાગદોડમાં રહીએ છીએ. જ્યારે રવિવારે આરામ કરીએ છીએ. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આખરે સિંહોને પણ જમીન પર શાંતિથી ઊંઘવાનો સમય મળતો નથી. આજકાલ બિચારા શાંતિની શોધમાં વૃક્ષો પર ચઢીને ઊંઘી રહ્યા છે.

1 કરોડથી વધારે ફોલોઅર્સ

જણાવીએ કે, આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ ફની, ઈનોવેટિવ આઈડ્યાથી ભરેલ અને મોટિવેશનલ ટ્વીટ લોકો ખૂબ પસંદ કરે છે. કંઇક આવું જ તેમની નવી ટ્વીટની સાથે થયું છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાની ટ્વીટર પર ખૂબ મોટી ફોલોઈંગ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા 10.4 મિલિયન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp