AIનો ઉપયોગ કરીને આર્ટીસ્ટે દુલ્હનને બનાવી અંતરિક્ષ યાત્રી, વાયરલ થયા ફોટા

આજકાલ ફોટાને મેન્યુઅલી ન કરીને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) દ્વારા બનાવવાના શરૂ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી અલગ અલગ ફોટા બનાવવાનું ચલણ વાયરલ થઈ રહ્યું છે. હાલમાં જ એક એવી જ પોસ્ટ ઈન્ટરનેટ પર દરેકનું ધ્યાન ખેંચી રહી છે. જેમાં દુલ્હનના ડ્રેસમાં એક અંતરિક્ષ મહિલા યાત્રી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અંતરિક્ષ યાત્રી દુલ્હનના વેશભૂષાવાળી આ પોસ્ટ આર્ટીસ્ટ જયેશ સચદેવે શેર કરી છે.

આ પોસ્ટ ડિઝાઈન એજન્સી ક્વીર્કબોક્સના પેજ પર પણ શેર કરવામાં આવી છે. ફોટામાં મોડલને ફુલ અને જ્વેલરીથી અંતરિક્ષ યાત્રીને સજાવવામાં આવી છે, તેના એક હાથમાં હેલમેટ પણ લીધેલું જોવા મળે છે. જણાવી દઈએ કે આ ફોટા AI વિઝ્યુઅલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મહિલા અંતરિક્ષ યાત્રી દુલ્હનના રૂપમાં જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે- અંતરિક્ષ યાત્રી દુલ્હન ડ્રેસ વીક.

પહેલા તમે જાણી લોકો કે આખરે AI મોડલ હોય છે શું. અસલમાં AI એવું પદ્ધતિ છે, જે પોતે કોઈ વાતનું વિશ્લેષણ કરી નિર્ણય લેવામાં સક્ષમ હોય છે. જો સરળ ભાષામાં કહીએ તો આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ દિમાગ છે, જેની મદદથી સમજી-વિચારીને નિર્ણય મશીન લઈ શકે છે અને કોઈની મદદ વગર સ્વતંત્ર રૂપથી કાર્ય કરી શકે છે મતલબ કે જે રીતે માણસ પોતાના દિમાગની મદદથી કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી લે છે, તેવી રીતે AIની મદદથી મશીન પણ પોતાની સમસ્યાઓનો હલ જાતે જ શોધી કાઢે છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 8000 થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. જ્યારે ફોટાને જોઈ ચૂકેલા યુઝર્સ તેની પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- ઘણો જ પ્રેમ છે. એક મહત્વાકાંક્ષી અંતરિક્ષ યાત્રીના રૂપમાં આ પ્રકારનું પ્રતિનિધિત્વ ખરેખરમાં ઘર પર હીટ કરે છે.

કળાના આ કાર્યને બનાવી રાખવા માટે ધન્યવાદ. અન્ય એક યુઝરે લખ્યું છે- આ નાસામાં સ્ટાર પ્લસની વહુ જેવું લાગે છે. તો બીજા યુઝરે લખ્યું છે- ઓએમજી આ એક યુનિક કોન્સેપ્ટ છે. હું તેને પ્રેમ કરું છું. તો ત્રીજા યુઝરે લખ્યું છે- કાશ હું પણ આવું કંઈ વિચારી શકતે.   

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.