11000 ફુટ ઉંચે ઉડી રહેલા વિમાનમાં પાયલટની સીટ નીચે કોબ્રા, પછી જાણો શું થયું

PC: nypost.com

સાઉથ આફ્રિકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પાયલોટ નાનું વિમાન ઉડાવી રહ્યો હતો અને વિમાન 11000 ફુટની ઉંચાઇએ ઉડી રહ્યું હતું ત્યારે પાયલોટને સીટ નીચે કઇંક હલતું દેખાયું હતું. તેણે જોયું તો સીટ નીચે Cape Cobra હતો. હવે તમે ખાલી વિચારી જુઓ કે તમારી નજર સામે એક ખતરનાક સાપ હોય તો કદાચ તમારું હાર્ટ ફેલ પણ થઇ શકે, પરંતુ પાયલોટે ધીરજ રાખી અને સલામત પૂર્વક વિમાનનું ઉતરાણ કર્યું. પાયલોટની સુઝબુઝને કારણે લોકોના જીવ બચી ગયા. જો કે એ પછી એન્જિયરોએ વિમાનનમાં સાપને શોધવાની કોશિશ કરી, પરંતુ Cape Cobra મળ્યો નહોતો.

દક્ષિણ આફ્રિકામાં એક પાયલોટને સોમવારે તેની સીટ નીચે આફ્રિકાની સૌથી ખતરનાક કોબ્રા પ્રજાતિમાંની એક મળી આવતા તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટનું નામ Rudolf Erasmus છે. પાયલોટે એસોસિએટેડ પ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, જ્યારે તેને લાગ્યું કે તેની પીઠના નીચેના ભાગમાં કઇંક સરકી રહ્યું છે. 

 પાયલોટ Rudolf Erasmus

પાયોલોટે નીચે જોયું અને જોયું કે એકદમ મોટો કેપ કોબ્રાનું માથું સીટની નીચે ફરી રહ્યું છે, આ દ્રશ્ય જોયું ત્યારે  વિમાનમાં 4 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પાયલોટ રુડોલ્ફે આગળ કહ્યુ કે, પહેલા તો હું એકદમ ડરી ગયો હતો, પરંતુ તરત સ્વસ્થ થઇને મારી જાતને સંભાળી લીધી હતી. થોડા સમય પછી રિલેક્સ ફીલ કરીને પ્લેનમાં બેઠેલા મુસાફરોને જાણ કરી કે વિમાનમાં કોબ્રા છે. આ સાંભળીને ચારેય મુસાફરોના હોંશ ઉડી ગયા હતા.

ત્યારપછી પાઈલટે મધ્ય દક્ષિણ આફ્રિકાના વેલ્કોમ શહેરમાં ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માટે એર ટ્રાફિક કંટ્રોલને ફોન કર્યો હતો.10 થી 15 મિનિટની મુસાફરીમાં વિમાન લેન્ડીંગ થાય  તે પહેલા સાપ તેના પગથી વળગી ગયો હતો.

પાયલોટે જે કેપ કોબ્રાની વાત કરી છે તેના વિશે નિષ્ણાતોનું કહેવુ છે કે આ કોબ્રા સાપ એકદમ ખતરનાક પ્રજાતિ હોય છે અને જો આ કેપ કોબ્રા કોઇને ડંખ મારી દે તો એક કલાકની અંદર જ વ્યકિતનું મોત થઇ જાય એટલો ઝેરી સાપ હોય છે. પાયલોટે જે સુઝબુઝ દાખવી અને ધીરજ રાખીને પ્લેન લેન્ડ કર્યું તેને કારણે એક્સપર્ટસ તેમના વખાણ કરી રહ્યા છે. રૂડોલ્ફ છેલ્લાં 5 વર્ષથી પાયલોટ તરીકે સેવા આપે છે.

આ ઘટના વિશે પાયલોટ રૂડોલ્ફે કહ્યું કે, વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે અમને ખાસ તાલીમ આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી વિમાનમાં સાપ આવી જાય તો શું કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp