એક ઘરમાંથી મળ્યો 8 આંખ વાળો દુધિયા રંગનો કરોળીયો, ફોટો વાયરલ

PC: livehindustan.com

એક તરફ દુનિયામાંથી જંગલનો નાશ થઈ રહ્યો છે. જેના કારણે અનેક જીવ સામે રહેવા માટેનું જોખમ ઊભું થયું છે. દિવસે દિવસે કીટક અને કેટલાક સુક્ષ્મ જીવની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. બીજી તરફ એક એવો કરોળીયો મળી આવ્યો છે જેને જોઈને અનેક નિષ્ણાંતો ચોંકી ઊઠ્યા હતા. મળી આવેલી પ્રજાતિ પર તેઓ સંશોધન કરી રહ્યા છે. જ્યારે પ્રાણી જગતમાંથી કંઈક અસાધારાણ મળી આવે છે ત્યારે નિષ્ણાંતે એના પર અભ્યાસ કરવા લાગી જાય છે. ઓસ્ટ્રેલિયાની રહેવાસી એક મહિલાએ પોતાના ઘરના બેકયાર્ડમાં કરોળીયાની એક નવી પ્રજાતિની શોધ કરી છે. રિપોર્ટ અનુસાર અમાંડા ડી જોર્જે 18 મહિના પહેલા આઠ આંખ વાળો કરોળીયો જોયો હતો. જે હવે ફરીથી જોવા મળ્યો છે. મહિલાએ આ કરોળીયાને પકડીને નિષ્ણાંતને સોંપી દીધો છે. ન્યુ સાઉથ વેલ્સના થિરોઉલની રહેવાસી ડી જોર્જ એક પ્રકૃતિ પ્રેમી છે.

 

I've mentioned before that I try not to feed the wildlife, mostly because I think it leads to them getting used to...

Posted by Backyard Zoology on Saturday, 4 May 2019

તેને એ વાતનો બિલકુલ અંદાજ ન હતો કે, દોઢ વર્ષ પહેલા કરોળીયાની જે પ્રજાતિ મળી હતી એ બિલકુલ નવી છે. દુનિયા ચહેરા વાળો કરોળીયો આઠ આંખ ધરાવે છે. મહિલાએ આ કરોળીયો પકડી પાડ્યો અને એનો ફોટો ફેસબુક પર પોસ્ટ કરી દીધો હતો. પોતાના ફેસબુક પેજ બેકયાર્ડ ઝુલોજી પર આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ કરોળીયાનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, એક સારા વ્યક્તિ તરીકે રિસાયકલિંગ કરી રહી હતી. એ સમયે આ ખૂબ જ મસ્ત એ કરોળીયો જોવા મળ્યો હતો. પોતાની પોસ્ટમાં તેણે કરોળીયાની આઠ આંખનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ ફોટા ફેસબુક પર પોસ્ટ કર્યા બાદ બીજા બધા સોશિયલ મીડિયામાં શેર થયા હતા. ફેસબુક પર પોસ્ટ કર્યા બાદ કરોળીયા પર અભ્યાસ કરતા નિષ્ણાંત સ્કૂબર્ટનું ઘ્યાન એના પર ગયું હતું. મહિનાની મહેનત બાદ કરોળીયાને શોધીને પકડવામાં આવ્યો હતો.

એક ખાલી કંટેનરમાં કેદ કરીને બંધ કરી દીધો હતો. એની સાથે મળેલા બીજા કરોળીયાને પણ પકડીને પૂરી દેવામાં આવ્યો હતો. દુધિયા આંખ વાળો કરોળીયો બીજા કરોળીયાને ખાય જાય છે. જેના કારણે બંનેને અલગ અલગ રાખવા પડે છે. જેથી બંને પ્રજાતિનો અલગથી અભ્યાસ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp