26th January selfie contest

રાતોરાત બદલાઈ ગઈ મહિલાની કિસ્મત, જીતી 300 કરોડની લોટરી

PC: denisonforum.org

જ્યારે આપણી સાથે કોઈ સુખદ ઘટના બને અથવા આપણે જેના સપના જોતા હોઈએ એ સપનું પૂરું થઈ જાય તો પહેલા તો તે વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે અને તે સુખદ સમાચાર હકીકત બની જાય ત્યારે આપણી ખુશીનો પાર નથી રહેતો. આવુ જ કંઈક ઓસ્ટ્રેલિયામાં રહેતી એક મહિલા સાથે થયુ છે. એક મહિલાની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ. તે 300 કરોડ રૂપિયા કરતા વધુની માલિક બની ગઈ. એક ઝટકામાં કરોડપતિ બનતા જ તેની ખુશીનો પાર ના રહ્યો. તેણે કહ્યું કે, મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ બધુ મારી સાથે થઈ રહ્યું છે. મહિલા હવે નોકરીમાંથી રાજીનામુ આપવાની તૈયારીમાં છે અને લક્ઝરી લાઈફ જીવવાનો પ્લાનિંગ બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલા ઓસ્ટ્રેલિયાના Echuca ની વતની છે. તેને Powerball  લોટરીમાં 40 મિલિયન ડૉલર (327 કરોડ રૂપિયા કરતા વધુ)નું ઈનામ મળ્યું છે. તેણે ઓનલાઈન લોટરી ટિકિટ ખરીદી હતી જેમા તેને તગડું ઈનામ મળ્યું. જણાવવામાં આવ્યું કે, તે આ વર્ષની અત્યારસુધીની સૌથી મોટી લોટરી છે. જોકે, મહિલાએ કહ્યું કે શરૂઆતમાં તેને લાગ્યું હતું કે તેની સાથે ફ્રોડ થઈ ગયો છે.

ઈનામ જીતનારી આ વર્કિંગ વુમનની એક તસવીર સામે આવી છે જેમા તેની ખુશીનો પાર નથી દેખાઈ રહ્યો. મીડિયા સાથે વાત કરતા તેણે સ્વીકાર કર્યો કે તે આ વાત સાંભળીને સ્તબ્ધ છે. લોટરી જીતવાના સમાચાર મળતા જ મહિલાએ કહ્યું- ઓહ માય ગોડ. મને વિશ્વાસ નથી થઈ રહ્યો. આ કોઈ સપનું છે. કઈ રીતે જાણકારી મળશે કે આ વાત સાચી છે? હું ખૂબ જ નર્વસ છું, મને ખરેખર અજીબ લાગી રહ્યું છે.

મહિલાએ જણાવ્યું કે, જે સમયે તેને લોટરી જીતવાના સમાચાર મળ્યા તે સમયે તે ઓફિસમાં હતી. ઘરે આવીને તેને અને તેના પતિને આખી રાત ઊંઘ આવી ન હતી. અમે બંને રૂમમાં આંટા મારતા રહ્યા. તેણે કહ્યું કે, જ્યાં સુધી મારા બેંક ખાતામાં પૈસા ના આવી જાય ત્યાં સુધી વિશ્વાસ નહીં થશે. એકવાર પૈસા મળી જાય તો ચિંતા કરવાની જરૂર નહીં પડશે. જોબ પણ નહીં કરવી પડશે. હાલ, તે મહિલા પોતાની નોકરી છોડવા અને પરિવાર સાથે વધુ સમય વિતાવવાની યોજના બનાવી રહી છે. મહિલાએ કહ્યું કે, હવે ના તેણે કોઈની પાસે રજા માંગવી પડશે અને ના ક્યારેય પૈસાની તંગી અનુભવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp