પરિવાર છોકરી ન શોધતા પોલીસ પાસે જનાર દોઢ ફૂટના અજીમને દુલ્હન મળી ગઈ, જુઓ Photo

PC: sambadenglish.com

ઉત્તર પ્રદેશના શામલી જનપદના કૈરાના નિવાસી અજીમ મંસૂરીને આખરે તેમની દુલ્હનિયા મળી ગઈ છે. 2 ફૂટ 3 ઈંચના અજીમ મંસૂરી પોતાના કદને લીધે લગ્ન ન થવાથી પરેશાન હતો. તેણે પોલીસ સ્ટેશન પહોંચીને પોતાના લગ્ન કરાવી આપવા માટેની વિનંતી પણ કરી હતી. જેના પછી તે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી અજીમ મંસૂરી માટે લગ્નના સંબંધની લાઈનો લાગી ગઈ હતી. હવે તેના લગ્ન હાપુડની રહેનારી બુશરા સાથે નક્કી થઈ ગયા છે.

બુશરાનું કદ પણ મોટેભાગે અજીમ જેટલું જ છે. બંને પરિવારે સંબંધને મંજૂર કરી લીધો છે. અજીમે હાપુડ પહોંચીને બુશરાને એક સોનાની રિંગ અને 2100 રૂપિયા શગુન તરીકે આપ્યા, તો બુશરાના પરિવારના લોકોએ પણ અજીમને એક સોનાની રિંગ અને 3100 રૂપિયા આપીને સંબંધ નક્કી કર્યો છે. હાપુડના મજીદપુરાના સભ્ય હાજી ઐયુબે અને અજીમના સંબંધી શહીદ મંસૂરીએ આ સંબંધને નક્કી કરાવડાવ્યો છે. હાજી ઐયુબે અજીમ મંસૂરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો. તેના પછી તેમને વિચાર આવ્યો કે તેમના જ મહોલ્લામાં રહેતી બુશરા સાથે શા માટે તેનો સંબંધ નક્કી ન કરી શકાય. આથી તેમણે બુશરાના પરિવાર સાથે વાત કરી અને બંને પરિવારોઅ મળવા માટેનું નક્કી કર્યું હતું.

હાજી ઐયુબે પોતાના પ્રોપર્ટી બિઝનેસના પાર્ટનર શહીદ મંસૂરીનો સંપર્ક કર્યો. તેના પછી બંને પરિવારોની મુલાકાત થઈ. બુશરાનો પરિવાર કૈરાના પહોંચ્યા અને અજીમ સાથે વાતચીત કરી. ફોટો જોઈને અજીમે લગ્ન માટે હા પડી દીધી. તેના પછી અજીમ શગુન લઈને હાપુડ પહોંચ્યો અને બુશરા સાથે સગાઈ કરી હતી. જણાવી દઈએ કે બુશરા હાલમાં બીકોમ ફર્સ્ટ યરની વિદ્યાર્થી છે અને તેની ઉંમર 20 વર્ષની છે. બુશરાની હાઈટ 3 ફૂટની છે. ભણવાનું પૂરુ થયા પછી અજીમ અને બુશરાના નિકાહ કરવામાં આવશે. ઓછી હાઈટના લીધે અજીમ મંસૂરીના લગ્ન થઈ શકતા ન હતા. ઘોડી ચઢવાના સપના જોઈ રહેલા અજીમે હાલના મુખ્યમંત્રીથી લઈને જિલ્લાના અધિકારીઓને વિનંતી કરી હતી. હવે તેનું આ સપનું પૂરું થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp