આ યુવાન રામકથા વાચકના ચમત્કારોની ચારેકોર ચર્ચા, કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી?
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર ધામ સરકાર આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલા છે. તેના કથિત ચમત્કારો ચર્ચાનો વિષય બનેલા છે. મહારાજની ફેન ફોલોઈંગ ભારતથી લઈને વિદેશોમાં વધી છે. જો કે, લોકો હજી પણ વિશ્વાસ કરી શકતા નથી કે કોઈ વ્યક્તિ કોઈની અંગત બાબતોને કહ્યા વિના પણ જાણી શકે છે.
તેંમના ચમત્કારોને લઈને સોશિયલ મીડિયા પર સવાલોનું પૂર આવ્યું છે. એક તરફ, નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ મહારાજ પર આરોપ લગાવ્યો કે તેમના ચમત્કારના દાવા કાયદાનું ઉલ્લંઘન છે. બીજી તરફ મહારાજે જવાબ આપતા કહ્યું કે હાથી બજારમાં જાય છે, કૂતરા ભસે છે હજારો. મહારાજે એમ પણ કહ્યું કે ઘણા વર્ષોથી હું કહેતો આવ્યો છું કે હું ન તો ગુરુ છું કે ન કોઈ ચમત્કારી.
વાસ્તવમાં પાછલા દિવસોમાં નાગપુરમાં ગત બે દિવસ સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. અહીં મહારાજની 9 દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પણ પહોંચ્યા હતા. પરંતુ રામકથા માત્ર 7 દિવસ જ ચાલી. તે પછી, છત્તીસગઢના રાયપુર અને ટીકમગઢની કથાનો નંબર આવી ગયો.
આવી સ્થિતિમાં મહારાજે ભક્તોને કહ્યું કે જો તેઓ નાગપુર ન પહોંચી શકે તો બધાએ રાયપુર આવી જવું. નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ મહારાજ પર ચમત્કારનો દાવો કરીને કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. સમિતિનું કહેવું છે કે મહારાજને ચેલેન્જ આપવામાં આવી હતી, જો તેઓ સાચા હશે તો તેમને 30 લાખ રૂપિયા આપવામાં આવશે. પણ મહારાજે ચેલેન્જ ઠુકરાવી દીધી અને બે દિવસ પહેલા જ કથા પૂરી કરી અને ભાગી ગયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાગેશ્વર ધામ મહારાજ તેમના દરબારમાં કોઈપણ અજાણ્યા વ્યક્તિને આગળ બોલાવે છે અને પૂછ્યા વગર કાગળની ચીઠ્ઠી પર તેનું નામ અને સમસ્યા લખે છે. તેમની આ ક્રિયા પર કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. તો કેટલાક લોકો ખૂબ પ્રભાવિત થયા છે. લોકો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ વ્યક્તિ કોઈની અંગત વાતો કહ્યા વિના પણ જાણી શકે છે. તેના ચમત્કારોને લઈને સોશિયલ મીડિયા પર સવાલોનું પૂર આવ્યું છે.
બાગેશ્વર ધામના પં.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ હાલમાં છત્તીસગઢના રાયપુરમાં છે. અહીંના ગુઢિયારી હનુમાન મંદિર મેદાનમાં 17 થી 23 જાન્યુઆરી એટલે કે 7 દિવસ સુધી મહારાજની શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે જ હજારો ભક્તો તેમની કથા સાંભળવા આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યપાલ અનુસુયા ઉઇકે પણ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દરરોજ બપોરે 1 વાગ્યાથી શ્રી રામ કથાનો કાર્યક્રમ થશે.
સોશિયલ મીડિયા પર પોતાના ચમત્કારોથી ચર્ચામાં રહેનાર 26 વર્ષીય કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છતરપુર જિલ્લાના ગઢાના રહેવાસી છે. એક જમાનામાં તેઓ તેમના દાદાની જેમ ગામમાં જ ભગવાન સત્યનારાયણની કથા સંભળાવતા હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક દિવસમાં લગભગ 30 કપ ચા પીવે છે. ખાસ વાત એ છે કે શાસ્ત્રી કપ કે ગ્લાસમાં ચા પીતા નથી, પરંતુ તેમના વારસામાં મળેલ નારિયેળના વાસણમાં જ પીવે છે, જે તેમને તેમના દાદા દ્વારા આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp