ભંગારમાંથી ખરીદ્યું 80 લાખનું પ્લેન,પછી તેમાં જ બનાવ્યું ઘર,વીડિયોમાં જુઓ ભવ્યતા

PC: oneindia.com

શોખ એ મોટી વાત છે... એક વ્યક્તિએ આ કહેવતને સાચી સાબિત કરતા 80 લાખ રૂપિયાનું પ્લેન જંકયાર્ડમાંથી ખરીદ્યું અને તેને પોતાનું ઘર બનાવી લીધું. આ 'એરપ્લેન હોમ'માં રહેવા માટે આ વૃદ્ધ વ્યક્તિને દર મહિને 30,000 રૂપિયા ભાડું પણ ચૂકવવું પડે છે.

વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર 73 વર્ષના બ્રુસ કેમ્પબેલે (Bruce Campbell) બોઇંગ 727 જેટલાઇનર પ્લેબનને ઘર તરીકે મોડિફાઈ કર્યું છે. બ્રુસે આ પ્લેનને વર્ષ 1999મા જંકયાર્ડમાંથી ખરીદ્યું હતું. આ પ્લેન 1066 ફૂટ લાંબુ છે અને તેનું વજન 32 હજાર કિલોગ્રામ છે. આ પ્લેન તેના સમયમાં ઇકોનોમી ક્લાસ વાળું હતું, જેમાં શરૂઆતથી લઈને અંત સુધી 200 પેસેન્જર સીટ હતી. પ્લેનને ઘર બનાવવામાં બ્રુસને 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો. આ પ્રક્રિયામાં બે વર્ષનો સમય લાગ્યો.

બ્રુસ જે 30,000 રૂપિયાનું ભાડું ચૂકવે છે, જેમાં વીજળીનું બિલ અને પ્રોપર્ટી ટેક્સ સામેલ છે. પ્લેરનની અંદર ઘરની જરૂરત સાથે સંબંધી વસ્તુઓ જેમ કે શાવર, રસોડું, માઇક્રોવેવ ઓવન, ફ્રિજ સામેલ છે. બ્રુસે જણાવ્યું કે, આમ તો આ પ્લેરન તેમણે જંકયાર્ડમાંથી ખરીદ્યું, પરંતુ પ્લેનના ઘણા ફંક્શન આજે પણ કામ કરે છે.

ક્યારે થયો આ વિમાનનો છેલ્લી વાર ઉપયોગ?

આ વિમાનનો છેલ્લી વાર ઉપયોગ 1975મા એરલાઇનના માલિક એરિસ્ટોલટલ ઓનાસીસના અવશેષોને લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ઓનાસીસ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા, જેમના લગ્ન અમેરિકાની પૂર્વ ફસ્ટર્ક મહિલા જેકલીન કેનેડી ઓનાસીસ સાથે થયા હતા.

પ્લેનને જ્યારે બ્રુસે ખરીદ્યું તો આ પ્લેકન ઉડીને ગ્રીસથી અમેરિકન રાજ્ય ઓરેગન આવ્યું હતું. આ પછી, પ્લેન હિલ્સબોરો શહેરથી થઈને બ્રુસના સ્થાને પહોંચ્યું. પ્લેમન જ્યારે બ્રુસના સ્થાને પહોંચ્યુ તો તેનું એન્જિન અને બીજી વસ્તુઓ હટાવી દેવામાં આવી હતી.

આખરે કેમ ખરીદ્યું આ પ્લેન?

બ્રુસ હવે 73 વર્ષનો થઈ ચૂક્યો છે. તેણે જણાવ્યું કે, 15 વર્ષની ઉંમરમાં તેણે TV પર એરપ્લેદન બોનયાર્ડ જોયું, ત્યાર બાદ જ તેણે નક્કી કરી લીધું હતું કે, તે એક આવું પ્લેન ખરીદશે. એરપ્લેન બોનયાર્ડ એ જગ્યા હોય છે, જ્યાં રિટાયર થઈ ચૂકેલા પ્લેન રાખવામાં આવે છે.

બ્રુસે કહ્યું કે, કેટલીક વાર મુલાકાતીઓ પણ તેમના આ પ્લેનને જોવા આવે છે. બ્રુસે કહ્યું કે, નવા લોકો જ્યારે આ જગ્યા પર આવે છે તો તેઓને ખૂબ જ ખુશી મળે છે. બ્રુસે જણાવ્યું કે, તે વર્ષમાં અડધો સમય અમેરિકામાં તો અડધો સમય જાપાનમાં તેની પત્ની સાથે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp